આફ્રિકામાં અકસ્માતમાં 3 ગુજરાતી યુવકના મોત, અબ્બાસ આજે જ વતન આવવાનો હતો - Sandesh
  • Home
  • Gujarat
  • આફ્રિકામાં અકસ્માતમાં 3 ગુજરાતી યુવકના મોત, અબ્બાસ આજે જ વતન આવવાનો હતો

આફ્રિકામાં અકસ્માતમાં 3 ગુજરાતી યુવકના મોત, અબ્બાસ આજે જ વતન આવવાનો હતો

 | 4:35 pm IST

વિદેશની ધરતી પર વસેલા ગુજરાતીઓ સાથે અકસ્માત, લૂંટ જેવા બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે વધુ એક એનઆરજીને આફ્રિકામાં એક્સિડન્ટ થયો હતો. જેમાં બે ગુજરાતી યુવકોએ જીવ ગુમાવ્યો હતો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આફ્રિકામાં એક એક્સિડન્ટમાં 3 ગુજરાતીઓના મોત નિપજ્યાં છે. તેઓ FXW 618 NW નંબરની કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત થયો હતો. જેમાં પેટલાદ, ભરૂચના બે યુવકો સહિત 3 વ્યક્તિના મોત નિપજ્યાં છે. એક્સિડન્ટમાં તેમની કાર આગમાં લપેટાઈ ગઈ હતી, જેમાં ત્રણેય યુવકોના મોત થયા હતા.

વતન આવતા પહેલા અબ્બાસને મોત મળ્યું
પેટલાદનો અબ્બાસ વ્હોરા છેલ્લા ચાર વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયો હતો. આજે તે પોતાના વતન પેટલાદમાં પરત આવવાનો હતો. એક તરફ પરિવારમાં તેના પરત આવવાની ખુશી હતી, ત્યાં તેના મોતના સમાચાર મળતા સમગ્ર ઘરમાં ગમગીની છવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન