3 IAF Woman Officer will Acompany PM Modi in Flying National Flag
  • Home
  • Featured
  • લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે PM મોદી, સાથે રહેનારી 3 IAFની મહિલા અધિકારી કોણ?

લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે PM મોદી, સાથે રહેનારી 3 IAFની મહિલા અધિકારી કોણ?

 | 5:48 am IST

સ્વતંત્રતા દિવસ સમારોહમાં ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે. આ વખતે ભારતીય વાયુસેનાની 3 મહિલા અધિકારી પીએમ મોદીની સાથે હાજર રહેશે. જેમાં ફ્લાઈંગ ઓફિસર પ્રીતમ સાંગવાન વડાપ્રદાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવામાં મદદ કરશે. ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને તરફ ઊભી રહેશે.

દિલ્હીમાં સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, ટ્રાફિક પોલીસ, એનએસજી, સૈન્ય અને એસપીજીના કમાંડો તૈનાત કરવામાં આવશે. સાથે જ આકાશમાંથી પણ સતત ચાંપતી નજર રાખવામાં આવશે. ગુપ્તચર વિભાગે આપેલા એલર્ટ બાદ લાલકિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસના હજારો કર્મીઓ અને અર્ધ સૈનિક બળોની ટુકડીઓ તૈનાત રહેશે.

લાલ કિલ્લા ખાતે પાકી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. લાલ કિલ્લાના દરેક ખૂણા પર અસંખ્ય સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેની સાથે જ આ વિસ્તારમાં આવેલી ઈમારતોની છત પર પણ રાઈફલોની સાથે સુરક્ષાકર્મચારી તૈનાત રહેશે. લાલ કિલ્લા અને તેની આજુબાજુ દિલ્હી પોલીસના હજારો કર્મચારી અને અર્ધસૈનિક દલોની ટૂકડીઓ તૈનાત રહેશે.

ગુપ્તચર વિભાગની એજન્સીઓએ આતંકવાદીઓ દ્વારા લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારમાં પ્રવેશ કરવા માટે સીવર લાઈનો અને કારોનો ઉપયોગ કરવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીએ શહેરના એવા 17 સ્થળોને ચિન્હિત કરવામાં આવ્યા છે જ્યાં હુમલા થવાની શક્યતા વધારે છે.

આ વીડિયો પણ જુઓ

પવનની ગતિએ જતા ઘોડા પર યુવકનો ઝળક્યો દેશપ્રેમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન