3 Indians killed in Srilanka Blasts : Foreign Minister Sushma Swaraj
  • Home
  • Featured
  • શ્રીલંકા મરણચીસોથી હચમચી ગયું, આ 3 ભારતીયોના મોત મામલે સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ

શ્રીલંકા મરણચીસોથી હચમચી ગયું, આ 3 ભારતીયોના મોત મામલે સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ

 | 7:37 am IST

શ્રીલંકામાં રવિવારના રોજ તબક્કાવાર થયેલા 8 સીરીયલ બ્લાસ્ટમાં ત્રણ ભારતીય નાગરિકના પણ મોત થયા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. આ બોમ્બ ધડાકામાં અત્યાર સુધી 215 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી એ ટ્વીટ કરીને કહ્યું કે કોલંબો સ્થિત ભારતીય હાઇકમિશને ત્રણ ભારતીયોના મોતની માહિતી આપી છે. મૃતકોના નામ લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે. ત્રણેય મૃતકો અંગે વધુ માહિતી એકત્ર કરાઇ રહી છે.

આ બધાની વચ્ચે સુષ્મા સ્વરાજે કહ્યું કે તેમણે શ્રીલંકાના વિદેશ મંત્રી સાથે વાત કરી દરેક શકય માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં જરૂર પડવા પર ભારત મેડિકલ ટીમ મોકલશે તેવી વાત કહી છે. સુષ્મા સ્વરાજે પોતાની એક ટ્વીટમાં લખ્યું, મેં હમણાં શ્રીલંકાના વિદેશ મંત્રી તિલક મારાપાના સાથે વાત કરી. તેમણે બોમ્બ બ્લાસ્ટમાં 207 લોકોના મોત અને 450થી વધુ લોકોના ઘાયલની પુષ્ટિ કરી છે.

સુષ્મા સ્વરાજે કોલંબો સ્થિત ભારતીય હાઇકમિશનના હેલ્પલાઇ નંબર પણ મદદ માટે રજૂ કર્યા છે. તેના પર કોલ કરી ભારતીય શ્રીલંકામાં રહેતા તમારા પરિવારજનો અંગે જાણી શકો છો. આ નંબર છે – 94777903082, 94112422788, 94112422789

બહેન સાથે સંપર્ક નહીં, ભાઇએ માંગી મદદ
આ બધાની વચ્ચે એક ભારતીય એ કોલંબોમાં પોતાની બહેન સાથે સંપ્ર ન થવા પર સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી છે. અંકિત જાયસવાલે ટ્વીટ કરી કહ્યું કે કોલંબોમાં હું મારી બહેન સાથે વાત કરવાની કોશિષ કરી રહ્યો છું. તેઓ કોલંબો એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા પરંતુ સાંજે 5 વાગ્યા પછી તેમની સાથે સંપર્ક થઇ શકયો નથી. કૃપ્યા મદદ કરો. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી શ્રીલંકામાં ભારતીય મિશન સાથે આ સંબંધમાં સહયોગ કરવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં ઇસ્ટર રવિવારના અવસર પર ત્રણેય ચર્ચ અને ત્રણેય હોટલો સહિત 8 જગ્યા પર બોમ્બ બ્લાસ્ટમાં 215 લોકોનો મોત થયા છે. તેમાં 35 વિદેશી નાગરિક સામેલ છે. અત્યાર સુધીમાં 27 વિદેશી નાગરિકોના મૃતદેહ મળ્યાના સમાચાર છે. પીએમ નરેન્દ્ર મોદી એ પણ આ મુશ્કેલ ઘડીમાં શ્રીલંકાની સાથે ઉભા રહેવાની વાત કહી છે અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે વાત કરી દરેક શકય મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે.

આ Video પણ જુઓ : શ્રીલંકા આતંકી હુમલાથી ધણધણી ઉઠ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન