3 March ક્રિકેટના ઇતિહાસનો કાળો દિવસ, પાકિસ્તાનની છબી આખી દુનિયામાં ખરડાઇ

ક્રિકેટના ઇતિહાસમાં 3 માર્ચના દિવસને હંમેશા માટે યાદ રાખવામાં આવશે. આ દિવસને કદાચ કોઇ ક્રિકેટ પ્રેમી ભૂલી શક્શે નહીં. 3 માર્ચના દિવસને ક્રિકેટના ઇતિહાસનો કાળો દિવસ માનવામાં આવે છે. કારણ કે, 3 માર્ચ 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. પાકિસ્તાનનાં લાહોરમાં મેચ રમવા જઇ રહેલ શ્રીલંકાની ક્રિકેટ ટીમની બર પર હથિયારધારી લોકોએ ગોળીઓ ચલાવી હતી. શ્રીલંકાની ટીમ બંન્ને દેશો વચ્ચે રમાઇ રહેલ સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમત માટે હોટલથી ગદ્દાફી સ્ટેડિયમ તરફ જઇ રહી હતી. ત્યારે બસને નિશાનો બનાવવામાં આવી હતી. જોકે આ ઘટના બાદ મેચને રદ્દ કરી દેવામાં આવી હતી.
ખલિલે શ્રીલંકાની ટીમને મોતના મોથી બહાર નિલાળી
આ હુમલામાં શ્રીલંકા ટીમના કેપ્ટન મહેલા જયવર્ધને, કુમાર સંગાકારા, અજંથા મેંડિસ, થિલન સમરવીરો, થરંગા પારનવિતાના અને ચામિંડા વાસ ઘાયલ થયા હતા. ઉપરાંત પાકિસ્તાન પોલીસના 6 જવાન સહિત 8 લોકોનું મોત થયું હતું. હુમલા બાદ શ્રીલંકાની ટીમ પ્રવાસ રદ કરી ઘરે પરત ફરી હતી. આ દરમિયાન બસને મેહર મોહમ્મદ ખલીલ નામનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. ખલીલે તેની સૂઝબૂઝથી આખી ટીમને મોતના સંકટથી બચાવી હતી. તે ભારે ગોળીબાર વચ્ચે બસને સતત ચલાવી રહ્યો હતો અને સ્ટેડિયમ સુધી પહોંચાડી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ આતંકવાદીઓએ આ દરમિયાન રોકેટથી પર હુમલો કર્યો હતો. પરંતુ નિશાનો ચૂક્યા હતા. ત્યાર બાદ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. પરંતુ ગ્રેનેટ બ્લાસ્ટ થાય તે પહેલા જ બસ તેના પરથી પસાર થઈ ગઈ હતી. ખલીલની બહાદુરી અને સુઝબુઝથી શ્રીલંકા ટીમના ખેલાડીઓના જીવ બચ્યા. શ્રીલંકાની ટીમને એરલિફ્ટ કરીને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી. ખલીલને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સમ્માનિત પણ કર્યો હતો.
6 જવાન સહિત 8 લોકોના મોત થયા
એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ગદ્દાકી સ્ટેડિમયની પાસે બે ગાડીઓમાં લગભગ 12 આતંકવાદીઓ પહોંચ્યા હતા અને ધડાધડ ગોળીઓ વરસાવાનું શરૂ કરી દીધુ હતું. આ આતંકીઓએ રોકેટ અને હૈંડ ગ્રેનેડથી પણ હુમલો કરવા માંગતા હતા પરંતુ પોલીસકર્મીઓની આવડતથી તેઓ અસફળ રહ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાની પોલીસના 6 જવાન સહિત 8 લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલા બાદ શ્રીલંકાની ટીમ પ્રવાસ રદ્દ કરીને પોતાના વતન ચાલી ગઇ હતી. આ હુમલાએ દુનિયાભરમાં પાકિસ્તાનની છબિ ખરાબ કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન