3 Member Including Kapil Dev Will Decide Who Will Be Couch Of India
  • Home
  • Sports
  • Cricket
  • કપિલ દેવ સહિત આ દિગ્ગજોને સોંપાઈ ભારતીય ટીમ માટેની મહત્વની જવાબદારી

કપિલ દેવ સહિત આ દિગ્ગજોને સોંપાઈ ભારતીય ટીમ માટેની મહત્વની જવાબદારી

 | 5:42 pm IST

વર્લ્ડ કપ 1983 વિજેતા પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી આ 3 દિગ્ગજો રવિ શાસ્ત્રી એન્ડ કંપનીની કિસ્મતનો નિર્ણય કરશે અને નવો સપોર્ટ સ્ટાફ પસંદ કરશે. સુપ્રીમ કૉર્ટ દ્વારા નિમવામાં આવેલી કમિટ અને એડમિનિસ્ટ્રેટર્સે આ 3 દિગ્ગજોને ટીમ ઇન્ડિયાનો નવો કૉચિંગ એન્ડ સપોર્ટ સ્ટાફ પસંદ કરવા માટે અપ્રોચ કર્યો છે.

આ વિશે તેમને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી

બીસીસીઆઈનાં એક અધિકારીએ જણાવ્યું છે કે કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને અત્યારે સત્તાવાર રીતે નિમવામાં આવ્યા નથી. આ કારણે આ વિશે કંઇ કહેવું નહીં રહે. આ 3 દિગ્ગજોમાંથી એકે કહ્યું છે કે હજુ આ વિશે તેમને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી.

તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણે  શાસ્ત્રીને 2 વર્ષ માટે નિમ્યા 

જણાવી દઇએ કે આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણવાળી ક્રિકેટ એડવાયઝરી કમિટીએ શાસ્ત્રી એન્ડ કંપનીને 2 વર્ષ માટે નિમ્યા હતા, જે આ મહિને સમાપ્ત થઇ ગયો છે. જો કે આવતા 45 દિવસ સુધી હેડ કૉચ શાસ્ત્રી, બેટિંગ કૉચ સંજય બાંગર, બૉલિંગ કૉચ ભરત અરૂણ અને ફીલ્ડિંગ કૉટ સટીમની સાથે જોડાયેલા રહેશે.

તેમનો કાર્યકાળ 5 સુપ્ટેબર 2019થી 24 નવેમ્બર 2021 સુધી હશે

બીસીસીઆઈએ જે પદો પર વેકેન્સીઓ નીકાળી છે તેમાં મુખ્ય કૉચ, બેટિંગ કૉચ, બૉલિંગ કૉ, ફીલ્ડિંગ કૉચ, ફીઝિયો, સ્ટ્રેન્સ્થ એન્ડ કંડીશનિંગ કૉચ અને એડમિનિસ્ટ્રેટિવ મેજર પદ પર સામેલ છે. ઇનવિટેશન અનુસાર નવા કૉચ સ્ટાફનાં કાર્યકાળ 5 સુપ્ટેબર 2019થી 24 નવેમ્બર 2021 સુધી હશે. તો એડમિનિસ્ટ્રેટિલ મેનેજર એક વર્ષ માટે અપોંઇટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન