3 Members Of Surats Family Try To Commit Suicide
  • Home
  • Featured
  • સુરતમાં પિતાએ જ પુત્રી અને પત્નીને ઝેરી દવા પીવડાવી, પોતે પણ ગટગટાવી

સુરતમાં પિતાએ જ પુત્રી અને પત્નીને ઝેરી દવા પીવડાવી, પોતે પણ ગટગટાવી

 | 6:35 pm IST

સુરતમાં અમરોલીના કોસાડ આવાસમાં એક જ પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પતિનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પત્ની અને પુત્રીમાંથી પુત્રીનું પણ મોત થયું છે. હાલ અમરોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઘટનાની મળતી વિગતો પ્રમાણે, સુરતના અમરોલી કોસાડ આવાસમા રહેતા એક પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. કોસાડ આવાસમા રહેતો નરેન્દ્ર વર્મા કારખાનામાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. ગત મોડી રાત્રે નરેન્દ્રએ પોતાના જ ઘરમા ઝેરી દવા ભેરવીને પત્ની પ્રિંયકા અને પુત્રી મૈત્રીને પીવડાવી હતી. ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવની જાણ થતા જ સ્થાનિક લોકોએ ત્રણેયને તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમા ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નરેન્દ્રનું મોત નિપજ્યું છે. જ્યારે કે માતા અને પુત્રીની હાલત અંત્યત ગંભીર હતી. પરંતુ હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે પુત્રીનું પણ મોત નિપજ્યું છે.

જો કે સામુહિક આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. અમરોલી પોલીસે આ બનાવમા પરિવરજનો તેમજ મૃતકની પત્નીના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન