જાણો કયા ફીચર્સ Facebookએ લોન્ચ કર્યા, ભારતના યુઝર્સને મળશે ફાયદો - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • જાણો કયા ફીચર્સ Facebookએ લોન્ચ કર્યા, ભારતના યુઝર્સને મળશે ફાયદો

જાણો કયા ફીચર્સ Facebookએ લોન્ચ કર્યા, ભારતના યુઝર્સને મળશે ફાયદો

 | 5:41 pm IST

Facebookએ સ્ટોરી સર્વિસને વધારવા માટે ભારતમાં 3 નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. હવે યુઝર્સ ફેસબુક પર પોતાના ફોટો, વીડિયો પછીથી જોવા માટે સેવ કરી શકશે, વોઈસ પોસ્ટ અપલોડ કરી શકશે અને સ્ટોરીઝને આર્કાઈવ કરી શકશે. આર્કાઈવના ફીચરની મદદથી યુઝર્સ સ્ટોરીઝને ફરીથી જોઈ શકશે. આ ફીચર ભારતમાં પહેલા જ લાઈવ કરી દેવામાં આવ્યા છે.

એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ
ફેસબુક સ્ટોરીઝના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર કોનર હેઝએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મ પર માત્ર તે જ વીડિયો અને ફોટો સેવ કરી શકાશે જે ફેસબુક કેમેરાની મદદથી ક્લિક કરવામાં આવ્યા હોય. આ ફીચર એન્ડ્રોઈડ ફેસબુક માટે અત્યારે ઉપલબ્ધ છે. જો કે કંપનીએ હજી સ્પષ્ટ નથી કર્યું કે એપલ યુઝર્સ માટે iOS પ્લેટફોર્મ પર પણ આ ફીચર આપવામાં આવશે કે નહીં.

સ્માર્ટફોન સ્પેસ બચશે
યુઝર્સ હવે ફેસબુક કેમેરાથી ક્લિક કરવામાં આવેલા ફોટોસ અને વીડિયો સેવ કરી શકશે. વાસ્તવમાં ફેસબુકનો આ ફીચર લોન્ચ કરવા પાછળનો આઈડિયા એ છે કે, યુઝર્સની સ્પેસ સ્માર્ટફોન પર બચાવવામાં આવે અને ફોટો, વીડિયો ક્લાઉટ પર સેવ થઈ જાય. ત્યારપછી તે સેવ વીડિયો અને ફોટોઝને શેર પણ કરી શકાશે.

20 સેકન્ડનો ઓડિયો
જો કે વોઈસ પોસ્ટ ફીચરમાં માત્ર 20 સેકન્ડનું જ રેકોર્ડિંગ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આ ફીચર અત્યારે FBLite માટે આપવામાં આવ્યું છે અને ટુંક સમયમાં રેગ્યુલર ફેસબુકની એન્ડ્રોઈડ એપ માટે લોન્ચ કરવામાં આવશે. વોઈસ પોસ્ટ સ્ટોરીઝની જેમ કામ કરશે, જે 24 કલાક પછી જાતે જ ગાયબ થઈ જશે.

સ્ટોરી આર્કાઈવ 
ફેસબુક સ્ટોરીઝના આર્કાઈવ ફીચરની મદદથી યુઝર્સ પોતાની સ્ટોરીઝને પછીથી જોવા અને શેર કરવા માટે સેવ કરી શકશે. આ ફીચર ટુંક સમયમાં આવી જશે. યુઝર્સને પુછવામાં આવશે કે તમે તમારી સ્ટોરીઝને આર્કાઈવ કરવા માંગો છો કે નહીં. જો તમે સ્ટોરીને આર્કાઈવ કરવા નથી માંગતા તો તમારી પાસે તે વિકલ્પ પણ હશે.

વોઈસ પોસ્ટ
આ સિવાય વોઈસ પોસ્ટ ફીચરના માધ્યમથી યુઝર્સ જેવી રીતે સ્ટોરી પોસ્ટ કરે છે તે જ રીતે ઓડિયો નોટ્સ પોસ્ટ કરી શકશે. આ ઓડિયો નોટ્સ સાથે હેન્ડસેટમાં સેવ ઈમેજને પણ જોડી શકાશે. લોકો પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફેસબુક પર ઓથેન્ટિક રીતે કનેક્ટ થઈ શકે તે માટે આ ફીચર લાવવામાં આવ્યું છે. હેઝે જણાવ્યું કે, વોઈસ પોસ્ટની મદદથી લોકો નવી રીતે પોતાની ભાવનાઓ લોકો સાથે શેર કરી શકશે. કહેવામાં આવે છે કે આ ફીચર સ્લો નેટવર્ક કંડિશન પર પણ કામ કરશે.