3-people-died-due-near-dharampur
  • Home
  • Featured
  • ધરમપુરના નાનાપૌઢા નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત

ધરમપુરના નાનાપૌઢા નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત

 | 8:34 am IST

તહેવારો ટાણે કોઇને અકસ્માત નડે અને દુર્ભાગ્યપૂર્ણ કોઇનું મોત થાય તો તેના પરિવારમાં કેવી હાલત હોય છે તે તો જેના પર વીત્યું હોય તેને જ ખબર પડે છે. તહેવારો ટાણે લોકો ફરવા કે અન્ય જગ્યાએ જવાનો મોટો ક્રેઝ શરૂ થયો હોય તેમ લોકો ફરવા જાય છે. ત્યારે રસ્તામાં સંજાગોવશ અકસ્માતનો ભોગ બનવુ પડે છે. હાલ એક આવો કિસ્સો નોધાયો છે.

ધરમપુરના નાનાપૌઢા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમા એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. નવા વર્ષના પવિત્ર દિવસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, નાની વહિયાલ ફાટક પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.