3 policemen, 4 electricians injured in stone pelting in Dariapur, Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના દરિયાપુરમાં પથ્થરમારો, 4 વીજકર્મી સહિત 3 પોલીસકર્મી ઘાયલ

અમદાવાદના દરિયાપુરમાં પથ્થરમારો, 4 વીજકર્મી સહિત 3 પોલીસકર્મી ઘાયલ

 | 1:01 pm IST
  • Share

  • તંબુચોકી પાસે નગીના પોળમાં પથ્થરમારો

  • વીજચેકિંગ માટે ગયા હતા કર્મચારીઓ

અમદાવાદમાં ટોરેન્ટ પાવર દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદના દરિયાપુર ખાતે ખાનગી વીજકંપનીના મેગા સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ ટીમ પર પથ્થરમારો થયો છે. ત્યારે પથ્થરમારામાં ચાર વીજકર્મી તથા ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમાં તંબુચોકી પાસે નગીના પોળમાં પથ્થરમારો થયો છે.

પોલીસ અધીકારીઓ એક્શન મોડમાં

દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટના મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન પથ્થરમારની ઘટના બની છે. જેમાં ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા પબ્લિક ઉશ્કેરાઈ ગઇ હતી. તેથી તંબુચોકી પાસે નગીના પોળમાં પબ્લિકે પથ્થરમારો કર્યો છે. તેમાં પથ્થરમારામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ કર્મચારી ઘાયલ થયા છે. જેમાં પોલીસકર્મીઓ સહિત સાત લોકો ઘાયલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસની ટીમને સાથે રાખીને વીજચોરી અને ગેરકાયદે કનેકશન ઝડપી પાડવા ગયા હતાં અને ગેરકાયદે વીજ કનેકશન ઝડપાયું હતું.

એક ડીસીપી, બે એસીપી અને એક પીઆઈ સહિત 200 પોલીસનો કાફલો

મહત્વનું છે કે, ગેરકાયદે વીજ જોડાણ અને વીજચોરીને લઈને આજે વીજ કંપની ટોરેન્ટ પવારે મેગા સર્ચ ઓપરેશન કર્યું છે. સૌ પ્રથમ શહેરના દરિયાપુર વિસ્તારમાં પોલીસના કાફલા સાથે વીજકંપનીના અધિકારીઓ પહોંચ્યા હતાં. વીજકંપનીના 20 અધિકારીઓ સહિત 150થી વધુ કર્મચારી આ રેડમાં સામેલ થયા હતા. તપાસ દરમિયાન વીજચોરીનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ રેડમાં પોલીસ કાફલામાં એક ડીસીપી, બે એસીપી અને એક પીઆઈ સહિત 200 પોલીસનો કાફલો પણ સામેલ થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો