3 resolutions passed at Congress Working Commitee meeting
  • Home
  • Featured
  • CWCની બેઠકમાં 3 ઠરાવ પાસ, આ મુદ્દે કોંગ્રેસ ઉતરશે રસ્તા પર

CWCની બેઠકમાં 3 ઠરાવ પાસ, આ મુદ્દે કોંગ્રેસ ઉતરશે રસ્તા પર

 | 7:01 pm IST
  • Share

  • CWCની બેઠકમાં G-23નો ઉલ્લેખ ન કરવામાં આવ્યો
  • અંબિકા સોનીએ કહ્યું-રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવું જોઈએ
  • આવતા વર્ષે અધ્યક્ષ પદ માટે થશે ચૂંટણી

કોંગ્રેસમાં આંતરિક વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, એ તમામ વચ્ચે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠક પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં ભાગ લેવા પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ સહિત પંજાબના CM ચરણજીત ચિન્ની બેઠકમાં હાજર રહ્યા હતા.

મોંઘવારી સામે કોંગ્રેસ આંદોલન કરશે

બેઠક બાદ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે, 14-29 નવેમ્બરની વચ્ચે કોંગ્રેસ મોંઘવારી સામે જનઆંદોલન કરવા જઈ રહી છે. તેમા કેન્દ્ર સરકારી નીતિઓને વિરોધ કરવામાં આવશે.

21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે ચૂંટણી

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી આવતા વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. CWC સભ્યોનું પૂર્ણ સત્ર આવતા વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થવાની સંભાવના છે.

નવેમ્બરમાં કોંગ્રેસનું સભ્યપદ અભિયાન શરૂ થશે

વેણુગોપાલે જણાવ્યું કે નવેમ્બરમાં કોંગ્રેસનું સભ્યપદ અભિયાન શરૂ થશે, જે 31 માર્ચ 2022 સુધી ચાલશે. કોંગ્રેસ દેશભરમાં જનજાગરણ અભિયાન ચલાવશે. કેન્દ્ર સરકારની નીતિઓ સામે અભિયાન ચલાવવામાં આવશે.

CWC બેઠખમાં ત્રણ ઠરાવો પસાર

CWCની બેઠકમાં ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. આ અંગે વેણુગોપાલે જણાવ્યું કે, આમા રાજનીતિક, મોંઘવારી અને કૃષિસંકટ અને ભારતના ખેડૂતોના મુદ્દા સામેલ છે.

રાહુલ ગાંધી બીજીવાર કોંગ્રેસ અધ્યક્ષ બનવા અંગે વિચાર કરશે

કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવતા રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં કહ્યું કે, તેના પર વિચાર કરીશ. તમને જણાવી દઈએ કે અશોક ગહેલોતે રાહુલ ગાંધીના નામની ભલામણ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આના પર બધા સભ્યોએ એકમતે સંમતિ આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો