3 thousand increase in fees paid to private schools in RTE
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • RTEમાં ખાનગી સ્કૂલોને ચૂકવાતી ફીમાં 3 હજારનો વધારો, બાળકોની સહાય ન વધારી

RTEમાં ખાનગી સ્કૂલોને ચૂકવાતી ફીમાં 3 હજારનો વધારો, બાળકોની સહાય ન વધારી

 | 8:21 am IST
  • Share

  • નવા શિક્ષણમંત્રીના હૈયે વાલી-વિદ્યાર્થીઓનું નહીં પણ સ્કૂલ સંચાલકોનું હિત

  • ખાનગી સ્કૂલોને  બાળક દીઠ હવે 10 હજારના બદલે 13 હજાર ચૂકવાશે


નવા સરકારના નવા શિક્ષણમંત્રી જીતુવાઘાણીના હૈયે પણ વાલીઓ-વિદ્યાર્થીઓનું નહી પણ ખાનગી સ્કૂલ સંચાલકોનું જ હિત જોવા મળી રહ્યું છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ પ્રવેશ પામતા બાળકો દીઠ ખાનગી સ્કૂલોને ચુકવાતી ફીમાં શિક્ષણ વિભાગે ત્રણ હજારનો વધારો કરી આપ્યો છે. બીજી તરફ બાળકોની સ્ટેશનરી ખર્ચ પેટે વાલીઓને ચુકવાતી સહાયમાં કોઈ વધારો કરી આપ્યો નથી. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ખાનગી સ્કૂલોને આરટીઈના બાળક દીઠ હવે રૂ.10 હજારના બદલે રૂ.13,000 ચુકવવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલીઓને સ્ટેશનરી ખર્ચ પેટે જે જૂના નિયમ મુજબ રૂ.3 હજાર ચુકવાય છે તે જ પ્રમાણે ચુકવાશે, એક પાઈનો પણ વધારો કરાયો નથી.

શિક્ષણ વિભાગે કરેલા ઠરાવ મુજબ, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ 12.2 મુજબ વિદ્યાર્થી દીઠ ખર્ચ રૂ.13,000 અથવા જે તે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ વિદ્યાર્થી દીઠ ફી, બે માથી જે ઓછુ હોય તે મુજબની રકમ મંજુર કરવામાં આવશે. આ ઠરાવનો અમલ શૈક્ષણિક વર્ષ-2021-22થી કરવાનો રહેશે. શિક્ષણ વિભાગના આ નિર્ણય અંગે નિષ્ણાંતો જણાવે છે કે, નવી સરકારના નવા શિક્ષણમંત્રી પણ ખાનગી સ્કૂલ સંચાલકોનું હિત ધ્યાનમાં રાખી નિર્ણય લઈ રહ્યાં છે. કારણ કે, તાજેતરમાં જ શિક્ષણમંત્રીએ ધોરણ.9થી 12ની પરીક્ષાના પ્રશ્નપત્ર સંદર્ભે કરેલી પ્રેસનોટમા ખાનગી સ્કૂલોના કારણે બોર્ડના પરિણામો સારા આવતાં  હોવાનો આડકતરી રીતે શિક્ષણમંત્રીએ સ્વિકાર કર્યો  હતો, તેમજ પ્રેસનોટમાં જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા તે પણ સંચાલકોએ કરેલી રજૂઆતના જ હતા. આજે પણ શિક્ષણ વિભાગ દ્વારા જે નિર્ણય લેવાયો છે તેમા ખાનગી સ્કૂલ સંચાલકોનું જ હિત સાચવવામાં આવ્યુ છે. કારણ કે, મોઘવારી સંચાલકોને નડતી હોય તો વાલીઓને કેમ ના નડે ? વાલીઓની સહાયમાં પણ વધારો કરવો જોઈએ તેવી પણ માગ ઉઠી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો