ત્રીજા યુદ્ધના ભણકારા? LACએ 20 જ દિવસમાં ત્રણવાર ફાયરિંગ થતા દુનિયા ભયના ઓથાર હેઠળ

LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 45 વર્ષોમાં એક પણ ગોળી નથી ચાલી પણ ચીન સતત નાપાક હરકત કરી બોર્ડર પરનું વાતાવરણ ખરાબ કરી રહ્યું છે. છેલ્લા 20 જ દિવસમાં પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે ત્રણ વાર ગોળીબારની ઘટના ઘટી છે. બીજી બાજુ પુર્વી લદ્દાખમાં ચીની સેના તરફથી કરવામાં આવી રહેલા દુસ્સાહસના કારણે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ પાકિસ્તાનના છક્કા છોડાવનારી બોફોર્સ હોવિય્ઝર તોપ ઓપરેશન માટે તૈનાર કરી દીધી છે.
ગત 20 દિવસમાં ભારત અને ચીન વચ્ચે ઉત્તરી પેન્ગોંગ ઝીલની નજીક ફાયરિંગની ઓછામાં ઓછી ત્રણ ઘટનાઓ ઘટી હતી. આ દરમિયાન બંન્ને પક્ષો વચ્ચે 100-200 રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું.
પેંગોગ લેકના દક્ષિણ કિનારે બે વાર થયો ગોળીબાર
ભારતીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 29-30 ઓગષ્ટની રાત્રે જ્યારે ચીને પેંગોગ લેખના દક્ષિણ કિનારે ચુશૂલ સેક્ટરમાં હરકત કરી અને ભારતીય વિસ્તારમાં ઘુષવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચીની સેનાએ હવામાં ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ હવામાં જ ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ દક્ષિણ કિનારે મહત્વના એવા ઉંચા પહાડો પર પોતાની સ્થિતિ મજબુત કરી લીધી હતી. ભારતીય સેના અહીં એડવાન્સ પોઝિશનમાં આવી ગઈ છે. 7મી સપ્ટેમ્બરે ચીની સૈનિકોએ આ જ પહાડો પર ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ જે વાયર ઓબ્સ્ટિકલ લગાવ્યા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ ચીની સૈનિકોને આકરી ચેતવણી આપતા ચીની સૈનિકોએ ડરાવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતે પણ હવામાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હ્તું. આમ અહીં એક જ સમયે ગોળીબારની બે ઘટના ઘટી હતી.
9 સપ્ટેમ્બરે ફિંગર-4 નજીક થયું ફાયરિંગ
10 સપ્ટેમ્બરે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાવવાની હતી તે પહેલા જ 9મી સપ્ટેમ્બરે ચીની સૈનિકોએ પેંગોગ લેકના ઉત્તર કિનારે ફિંગર-4 ની નજીક ભારતીય પોઝિશનની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં ફિંગર-4ની ટોચ પર ચીની સૈનિકોએ હતાં પરંતુ ભારતે ફિંગર-3થી લઈને છેક ફિંગર-4 સુધીના વિસ્તાર પર પોતાના સૈનિકો ગોઠવી દીધા, જે ચીની સૈનિકોની સરખામણીએ વધારે ઉંચાઈ પર છે. 9 સપ્ટેમ્બરે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરી બંને તરફથી હવામાં ગોળીબારની ઘટના ઘટી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં લગભગ 100 રાઉન્ડથી પણ વધારે ગોળીબાર થયો હતો.
આ ઘટના એવા સમયે થઈ હતી જ્યારે શંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર મોસ્કોમાં હતા. જ્યાં સરહદ વિવાદ સાથે જોડાયેલા મુદ્દા પર ચીની વિદેશમંત્રી સાથે તેમણે મુલાકાત કરી હતી. વાતચીત દરમિયાન બંન્ને પક્ષ કોર કમાન્ડર-સ્તરની વાર્તા કરવાના હતા, પરંતુ હજુ સુધી ચીની પક્ષ તરફથી તારીખ અને સમયની પુષ્ટિ કરવામાં આવી નથી. ભારત-ચીન સરહદે ગોળીબારની ઘટના બાદ દુનિયા આખીની નજર આ બંને દેશો પર મંડાઈ છે. દુનિયામાં ભયનો માહોલ છે.
ભારત અને ચીને વચ્ચે આ વર્ષે એપ્રિલ-મેથી તણાવ ચાલી રહ્યો છે. પેન્ગોંગ ઝીલની પાસે કોંગરૂંગ નાલા, ગોગરા અને ફિંગર ક્ષેત્રમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા ઘુષણખોરીના પ્રયાસોથી તણાવ વધુ વધી ગયો છે. ચીનની હરકતોને જોતા ભારતીય સેનાએ હવે લદ્દાખમાં સેનાની તૈયાની વધારી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન