3 weeks' jail for Australian who molested Scoot flight attendant
  • Home
  • NRI
  • પ્લેનમાં એર હોસ્ટેસનો ફોન નંબર માંગ્યો અને છેડતી કરતા થઈ જોયા જેવી

પ્લેનમાં એર હોસ્ટેસનો ફોન નંબર માંગ્યો અને છેડતી કરતા થઈ જોયા જેવી

 | 8:57 pm IST

અહીં ભારતીય મૂળના એક વ્યક્તિને એર હોસ્ટેસની છેડછાડ કરવા બદલ ત્રણ અઠવાડિયાની જેલની સજા થઈ છે. મળતા હેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના રહીશ 34 વર્ષના નિરંજન જયંત પરાંજપેએ ઓગસ્ટમાં સિડનીથી સિંગાપુર જતી ફ્લાઇટમાં હોસ્ટેસ પાસેથી કેટલીય વખત ફોન નંબર માગ્યો હતો. સાથે જ તેની સાથે ઘણી વખત છેડછાડ કરી હતી.

પબ્લિક પ્રોસિક્યૂટર જેમ્સ ચ્યૂએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે, જ્યારે એટેન્ડન્ટે પરાંજપેને પોતાની સીટ પર પાછા જવા માટે કહ્યું તો તે માન્યો નહીં અને વારંવાર છેડછાડ કરતો રહ્યો. લેન્ડિંગના એક કલાક પહેલાં નિરંજને મહિલાને ફરી પરેશાન કરી હતી. એર હોસ્ટેસે તેની જાણકારી પોતાના સુપરવાઇઝરને આપી હતી. એ બાદ ચાંગી એરપોર્ટ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ હતી.

બચાવ માટે વકીલ ન રાખ્યો

પરાંજપેએ કેસમાં કોઈ પણ વકીલની મદદ લીધી ન હતી. તેણે જિલ્લા ન્યાયાધીશ લિમ ત્સે હોવને કહ્યું કે અપરાધના સમયે તે નશામાં હતો અને તેને પોતાના વલણથી પસ્તાવો છે. પરાંજપેએ સજા આપવામાં નરમ વલણ અપનાવવા માટે પણ વિનંતી કરી હતી. એ બાદ જજે તેને ત્રણ અઠવાડિયા સુધી જેલની સજા કરી હતી. છેડખાની બદલ તો તેને ૨ વર્ષની જેલ અને દંડ કે સોટીથી ફટકારવાની સજા થઈ શકે એમ હતી.