પહેલવાનો અને સિંહ વચ્ચે રમાઇ દોરડા ખેંચ સ્પર્ધા, જુઓ video - Sandesh
NIFTY 10,957.10 -23.35  |  SENSEX 36,351.23 +-22.21  |  USD 69.0450 +0.43
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પહેલવાનો અને સિંહ વચ્ચે રમાઇ દોરડા ખેંચ સ્પર્ધા, જુઓ video

પહેલવાનો અને સિંહ વચ્ચે રમાઇ દોરડા ખેંચ સ્પર્ધા, જુઓ video

 | 4:12 pm IST

WWE NXTના 3 સુપરસ્ટાર્સનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. સેન એન્ટોનિયોના પ્રાણીસંગ્રાલયની અંદર 3 સુપરસ્ટાર્સ જેમાં રિકોશે પણ સામેલ છે તેઓ અઢી વર્ષના સિંહ બાળની સાથે દોરડા ખેંચમાં ભાગ લેતા દેખાય છે.

ત્રણે સુપરસ્ટાર્સ પહેલવાન છે અને જોર લગાવી દોરડુ ખેંચી રહ્યાં છે પણ સિંહ બાળને જરા પણ હલાવી શકતા નથી. સિંહ બાળે સાબિત કરી દિધુ કે સિંહને શા કારણે જંગલનો રાજા માનવામાં આવે છે.

સામાન્ય રીતે આ પ્રકારની સ્પર્ધા માણસોની વચ્ચે થાય છે. પણ જંગલના રાજા અને 3 પહેલવાનની વચ્ચે આ સ્પર્ધા ઘણી જોરદાર રહી છે. વીડિયોમાં પહેલવાનો બધો જોર લગાવતા દેખાય છે, પણ સિંહ તેની જગ્યાથી હલતો પણ નથી, છેલ્લે થાકીને પહેલવાનો દોરડુ છોડી દે છે અને સિંહ બાળ વિજેતા બની જાય છે.