3-year-old-critical-after-youth-fires-off-sutli-bomb
  • Home
  • Featured
  • ચોકલેટ આપું છું કહીને 3 વર્ષની માસૂમ બાળકીના મોંમાં ફોડ્યો સુતળી બોમ્બ અને પછી…

ચોકલેટ આપું છું કહીને 3 વર્ષની માસૂમ બાળકીના મોંમાં ફોડ્યો સુતળી બોમ્બ અને પછી…

 | 4:16 pm IST

મેરઠ જિલ્લાના સરઘનામાં એક અજીબો ગરીબ પ્રકાશમાં આવી છે. આ ઘટના સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ હકીકત આ જ છે. અહીં એક યુવકે ચોકલેટ આપું છું તેવુ કહીને ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોંમાં સુતળી બોમ્બ મુકીને ફોડી દીધો હતો. ફટાકડો મોંમાં ફૂટવાને કારણે બાળકીની જીભ કપાઇ ગઇ અને ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો.

ઘટનાને પગલે બાળકીને પરિવાર તરત જ બાળકીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હાલ ડોક્ટરો બાળકીની હાલત ગંભીર જણાવી રહ્યા છે. બાળકીના પિતાએ ગામના જ એક યુવક પર બાળકીને જાનથી મારવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ ઘટના વિશે પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ફટાકડો ફૂટવાનો અવાજ સાંભળીને પરિવારના સભ્ય પહોંચ્યા તો આયુષી લોહીમાં લથબથ હતી. તેઓ તરત જ બાજુની નર્સિંગ હોમમાં તેને ખસેડી હતી. હાલ બાળકીના ચહેરા પર ઘણી ઇજા થઇ છે. તેને 20 જેટલા ટાંકા આવ્યાં છે. તેની હાલત ગંભીર છે.

પીડિતાની માતાએ જણાવ્યું કે, ‘આરોપી તેમના ઘરે પહેલાથી આવતો જ હતો. પરંતુ અમને ખબર ન હતી કે મારી દીકરી પર તેની ખરાબ નજર છે.’ જ્યારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલ આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આરોપી પણ ફરાર છે.