રાજકોટઃ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા, PTCની ખંઢેર હોસ્ટેલમાંથી લાશ મળી - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા, PTCની ખંઢેર હોસ્ટેલમાંથી લાશ મળી

રાજકોટઃ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા, PTCની ખંઢેર હોસ્ટેલમાંથી લાશ મળી

 | 8:32 am IST

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને હત્યાઓનો સિલસિલો જે ચાલુ થયો હતો તે અવિરત ચાલુ જ રહ્યો છે. શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યા બાદ રવિવારે તેની લાશ એક ખંઢેર બની ગયેલ ઈમારતમાંથી મળી આવતા ચકચાર પ્રસરી જવા પામી છે.આ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસે લાશ પાસેથી મળી આવેલ શંકાસ્પદ શખ્સનો શર્ટ મળી આવતા પોલીસે તે કબ્જે લઈ જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરી છે

શહેરના ચુનારાવાડ ચોકમાંથી ત્રણ દિવસ પહેલા એક ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ અંગે પોલીસ દ્વારા તપાસસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રવિવારે શહેરના ભાવનગર રોડ પર પી.ટી.સી. કોલેજ હોસ્ટેલ,અમુલ સર્કલ પાસે એક બાળકીની લાશ પડી હોવાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે જ તપાસ કરતા આ બાળકી તે જ હતી જેનું ત્રણ દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઘાતકી હત્યા નરાધમ શખ્સ દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવવા પામ્યું છે. આ બાળકીનો પરિવાર રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરે છે અને મધ્યપ્રદેશમાંથી આવેલો છે. પોલીસે લાશનો કબ્જો લઈ ફોરેન્સિક પી.એમ માટે રાજકોટ સીવીલ હોસ્પિટલે મૃતદેહ લઈ જવામાં આવ્યો છે.

બાળકીના મૃતદેહ પાસેથી દુષ્કર્મ આચરનાર શખ્સનો શર્ટ મળી આવ્યગો છે તેથી પોલીસે તે શર્ટ કબ્જે કરી શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે.પોલીસ દ્વારા જુદીજુદી પાંચ ટીમો બનાવી વિવિધ પાસાઓની થીયરી પર તપાસના ચર્કાે ગતિમાન કરવામાં આવ્યા છે.આ ઉપરાંત પોલીસ દ્વારા ૫૦ જેટલા શંકમંદોની અટક કરી આકરી પુછપરછ પણ શરૃ કરી છે.બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યાના મામલે સમગ્ર ચુનારાવાડ વિસ્તારમાં આરોપી સામે ફીટકરાની લાગણી વ્યકત કરવામાં આવી રહી છે.

;