૩ વર્ષની બાળકીના શરીરમાં 7 સોય ભોંકી તેની સાથે કરાયું દુષ્કર્મ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ૩ વર્ષની બાળકીના શરીરમાં 7 સોય ભોંકી તેની સાથે કરાયું દુષ્કર્મ

૩ વર્ષની બાળકીના શરીરમાં 7 સોય ભોંકી તેની સાથે કરાયું દુષ્કર્મ

 | 7:34 pm IST

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક ૩ વર્ષની બાળકીને સોય ભોંકી એક નરાધમે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં ભરતી કરાયેલી આ બાળકીના શરીર પર સોયના ઘા છે અને તેનો એક હાથ તૂટી ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે ડોકટર બાળકીનું ઓપરેશન કરી શક્યા નહોતા કારણ કે બાળકી હજી સુધી આઘાતમાંથી બહાર નથી આવી.

પુરુલિયા જિલ્લાની આ બાળકીને નાજુક હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ બાળકીના શરીરમાં સાત સોય ભોંકી ઇજાગ્રસ્ત કરાઇ હતી અને પછી તેની સાથે દુષ્કર્મ કરાયું હતું. બાળકીની મા જે ઘરમાં નોકરાણીનું કામ કરતી હતી એ ઘરના પુરુષે આ દુષ્કર્મ કર્યું હતું.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે બાળકીના શરીરમાં સાત સોય ભોંકી દેવાઇ હતી. આ સોયને શરીરમાંથી બહાર કાઢી શકાઇ નથી કારણ કે તેમ કરવાથી બાળકીના શરીરને વધુ નુકસાન થઇ શકે છે. બાળકીને નિરીક્ષણ હેઠળ રખાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે પોકસો એકટ હેઠળ આરોપી સનાતન ઠાકુર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકીના મા સનાતનના ઘરે નોકરાણીનું કામ કરતી હતી. સનાતન પહેલાં હોમગાર્ડ હતો.

પોલીસે જણાવ્યું હતું કે શનિવારે બાળકીને શરદી અને ઉધરસની તકલીફ થતાં તેની મા બાળકીને બાંકુરા મેડિકલ કોલેજમાં લઇ ગઇ હતી ત્યારે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની હકીકત બહાર આવી હતી. ડોકટરોએ જોયું કે બાળકીના શરીરમાં અનેક જખમ હતા, એ પૈકી કેટલાક સોયને કારણે થયા હતા. પોલીસે જણાવ્યા મુજબ આરોપી સનાતન ઠાકુર ફરાર છે અને તમામ પોલીસ સ્ટેશનોને આરોપી અંગે એલર્ટ કરી દેવાયા છે.