3-years-in-advance-Prabhat SinghI-will-get-tickets
  • Home
  • Featured
  • BJP સાંસદનું મોટું નિવેદન, ‘અગામી 3 વર્ષ સુધી મને જ ટિકિટ મળશે’

BJP સાંસદનું મોટું નિવેદન, ‘અગામી 3 વર્ષ સુધી મને જ ટિકિટ મળશે’

 | 10:45 am IST

ગુરુવારે નૂતન વર્ષા અભિનંદન પાઠવવા ભાજપા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નિવાસ સ્થાને સમર્થકોની લાંબી કત્તાર લાગી હતી. તેમજ મોટી સંખ્યામા લોકો સાંસદ સભ્યને હાર પહેરાવી શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા. જ્યારે આ પ્રસંગે તેમને આગામી લોકસભા ચૂંટણીની ટિકિટ નક્કી હોવાનું કહીને આગામી 30 એપ્રિલે ચૂંટણી યોજાવાની હોવાની જાહેરાત કરી હતી.

વધુમાં પ્રભાતસિંહે આગામી 2019 લોકસભા ચૂંટણીમાં પોતાની ટિકિટની દાવેદારી અંગેની સ્પષ્ટતા કરતા વર્ષ 2024-29 સુધી પોતાને જ ટિકિટ મળવનો દાવો કર્યો હતો. તેમજ તેમણે આગામી લોકસભા ચૂંટણી તારીખ પણ જણાવી હતી.

સાંસદે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદનાં નવા નામકરણ અંગે મહત્ત્વની વાત કરતા જણા્વ્યુ હતું કે, આ નિર્ણય ચૂંટણી લક્ષી નહીં, પરંતુ હિન્દી સંસ્કૃતિ લક્ષી છે, સાથે જ તેમણે જણાવ્યુ કે, નવું નામકરણ કરવાથી મતદારોમાં ઉત્સાહીત થશે અને સાથે જ વિકાસને પણ વેગ મળશે. તેમણે પંચમહાલ માંથી પાવાગઢને અલગ જિલ્લા તરિકે જાહેર કરવાની પણ વાત છેડી હતી, જોકે આ અગાઉ પણ પ્રભાતસિંહ આ અંગે જણાવી ચૂક્યાં છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલમાં લોકપ્રિય નેતા બની રહ્યા છે, ત્યારે ગુરુવારે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા લોકો મોટી સંખ્યામા તેમના નિવાસ સ્થાની બહારે કત્તારમાં જોવા મળ્યા હતા. ત્યારે પ્રભાતસિંહે તમામ બાળકોને શુભેચ્છા પાઠવી નવી નોટો લાહ્લણી આપતા નજરે પડ્યા હતા. જોકે આ પ્રસંગે રાજકિય વાતાવરણ પણ સર્જાયુ હતું.