NIFTY 9,594.05 +19.10  |  SENSEX 31,194.68 +56.47  |  USD 64.4125 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ૩૦ જૂનથી આધારને ફરજિયાત કરાશે કેન્દ્ર સરકારની સુપ્રીમમાં સ્પષ્ટતા 

૩૦ જૂનથી આધારને ફરજિયાત કરાશે કેન્દ્ર સરકારની સુપ્રીમમાં સ્પષ્ટતા 

 | 2:55 am IST

નવી દિલ્હી,તા.૧૯

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું છે કે ૩૦ જૂનથી આધારને ફરજિયાત કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે શુક્રવારે કોર્ટને જણાવ્યું કે વિવિધ સમાજકલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત બનાવવા સંબંધી ૩૦ જૂનની મુદતને આગળ વધારી શકાય તેમ નથી.

જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ નવીનસિંહાની બનેલી ખંડપીઠ સમક્ષ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે કલ્યાણ યોજનાઓ માટે આધારકાર્ડને ફરજીયાત બનાવવાનો હેતુ એટલો જ છે કે જેમનું અસ્તિત્વ ના હોય તેવાં લોકો સુધી યોજનાઓનો લાભ ના પહોંચે. જાહેર વિતરણ વ્યવસ્થામાં આવા કિસ્સા સામે આવ્યા છે.

બંધારણીય ખંડપીઠ સમક્ષ કેસ ચલાવવા માગણી

એટર્ની જનરલે કહ્યું કે આ કેસને પાંચ સભ્યની બનેલી બંધારણીય ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવો જોઇએ. આ પહેલાં પણ વચગાળાની રાહત આપવાની માગણી સાથે અરજીઓ રજૂ થઇ હતી. પીઠે કહ્યું કે વચગાળાની રાહત સંબંધી તમામ અરજીની તે એક સાથે સુનાવણી હાથ ધરશે કે જેથી કરીને  બેવડી સુનાવણીથી બચી શકાય.

;