30 lakh fraud under pretext-of-giving Government Job
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈડર: સરકારી નોકરીના બહાને 3 યુવકો પાસેથી રૂ.30 લાખની છેતરપીંડી

ઈડર: સરકારી નોકરીના બહાને 3 યુવકો પાસેથી રૂ.30 લાખની છેતરપીંડી

 | 8:24 pm IST
  • Share

અનેક લેભાગુ તત્વો સરકારી નોકરીની ઈચ્છા રાખતા યુવાનો સાથે રૂપિયા પડાવીને તેમની સાથે ઠગાઈ આચરતા હોય છે. એવામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પણ આર્મી અને નોકરી મેળવવાની આશામાં 3 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રેલવે અને આર્મીમાં નોકરી અપાવવાના બહાને ગઠિયાઓએ 3 યુવકો પાસેથી 30 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. આ લેભાગુ ટોળકીએ આર્મી અને રેલવેના ખોટા સહી-સિક્કાવાળા લેટરો આપીને યુવકોને વિશ્વાસમાં લઈને છેતરપીંડી આચરી હતી. પીડિત યુવકો દ્વારા વારંવારની માંગણી છતાં પૈસા પરત ના કરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાલ તો ઈડર પોલીસે ફરિયાદના આધારે 5 લોકો વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો