30 Lakh People Will Be Travel Through Train Within Next 10 Days
  • Home
  • Corona live
  • રેલવેની મહત્વની જાહેરાતો, 10 દિવસમાં 36 લાખ લોકો કરશે મુસાફરી – RAC પણ થશે કન્ફર્મ

રેલવેની મહત્વની જાહેરાતો, 10 દિવસમાં 36 લાખ લોકો કરશે મુસાફરી – RAC પણ થશે કન્ફર્મ

 | 8:24 pm IST

કોરોના વાયરસ અને લૉકડાઉનનાં સમયમાં ભારતીય રેલવે તરફથી લોકોને સતત રાહત આપવામાં આવી રહી છે. રેલવે યાત્રીઓની સુવિધા માટે સતત મહત્વનાં નિર્ણયો લઈ રહ્યું છે. આવનારા દિવસો માટે પણ રેલવેએ કમર કસી લીધી છે. આને લઇને રેલવે બૉર્ડનાં ચેરમેન વિનોદ કુમાર યાદવે શનિવારનાં કેટલીક મોટી જાહેરાતો કરી છે. રેલવે બૉર્ડનાં ચેરમેને કહ્યું કે જ્યાં સુધી અંતિમ પ્રવાસી શ્રમિક પોતાના ગંતવ્ય સ્થળે નથી પહોંચી જતો ત્યાં સુધી રેલવે તરફથી શ્રમિક ટ્રેનો ચાલતી રહેશે.

30 દિવસ પહેલા પણ રિઝર્વેશન ટિકિટ લઇ શકાશે

તેમણે જણાવ્યું કે, આ માટે અમે યોજના બનાવી રાખી છે કે આગામી 10 દિવસમાં 36 લાખ લોકોને મુસાફરી કરાવીશું. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 35 લાખ પ્રવાસી શ્રમિક એક રાજ્યથી બીજા રાજ્ય ગયા, જ્યારે લગભગ 10 લાખ શ્રમિક રાજ્યની અંદર સફર કરી શક્યા છે. વિનોદ કુમાર યાદવે કહ્યું કે, 2,600 શ્રમિક ટ્રેનો યાત્રા પૂર્ણ કરી ચુકી છે. સ્પેશલ ટ્રેનોમાં યાત્રા કરતા પહેલા હવે 30 દિવસ પહેલા પણ લોકો રિઝર્વેશન ટિકિટ લઇ શકશે. આ પહેલા રેલવેએ યાત્રાથી 7 દિવસ પહેલા ટિકિટ બૂકિંગની પરવાનગી આપી હતી. રેલવે 1 જૂનથી ચાલનારી 200 ટ્રેનોનાં ટિકિટ બૂકિંગ માટે ધીરેધીરે તમામ ટિકિટ કાઉન્ટર ખોલવા જઇ રહી છે.

1 હજારથી વધારે ટિકિટ કાઉન્ટર્સ ખુલી ચુક્યા છે

રેલવે બૉર્ડનાં ચેરમેન વિનોદ કુમાર યાદવે જણાવ્યું કે, અત્યાર સુધી 1 હજારથી વધારે ટિકિટ કાઉન્ટર્સ ખુલી ચુક્યા છે. જરૂરિયાત અનુસાર આગળ પણ કાઉન્ટર્સ ખુલતા રહેશે. સાથે જ IRCTC એજન્ટ, પૉસ્ટ ઑફિસ, કૉમન સર્વિસ સેન્ટર્સ વગેરેને પણ ટિકિટ ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપવામાં આવી છે. પહેલા ફક્ત IRCTCની વેબસાઈટ અને એપથી જ ટિકિટ બૂકિંગની પરવાનગી હતી.

RAC ટિકિટ કન્ફર્મ થવાની સંપૂર્ણ સંભાવના 

તેમણે કહ્યું કે, RAC ટિકિટનાં કન્ફર્મ થવાની સંપૂર્ણ સંભાવના છે. વિનોદ કુમાર યાદવે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે ફક્ત કન્ફર્મ ટિકિટ પર જ યાત્રા કરવાની પરવાનગી આપી છે. રસ્તામાં કોઈ યાત્રીને ચડવાની પરવાનગી નથી, આ માટે આરએસી ટિકિટનાં કન્ફર્મ થવાની સંપૂર્ણ સંભાવના છે. રેલવે બૉર્ડનાં ચેરમેને એ પણ સ્પષ્ટ કરી દીધું કે સ્પેશલ ટ્રેનોમાં પહેલાની સરખામણીમાં વધારે ભાડું નથી લેવામાં આવતુ. તેમણે કહ્યું કે, લૉકડાઉન પહેલા ટિકિટનાં જે ભાગ હતા આજે પણ એ જ છે. કોઈપણ ટિકિટ પર એક રૂપિયો પણ વધારે લેવામાં નથી આવતો.

આ વિડીયો પણ જુઓ: ગુજરાત ATSએ શરીફ ખાનના સાગરિતની કરી ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન