૫૫૦ માઇલની ઝડપનો વર્લ્ડ રેકોર્ડ કરવા સજ્જ સોલર કાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ૫૫૦ માઇલની ઝડપનો વર્લ્ડ રેકોર્ડ કરવા સજ્જ સોલર કાર

૫૫૦ માઇલની ઝડપનો વર્લ્ડ રેકોર્ડ કરવા સજ્જ સોલર કાર

 | 12:04 am IST

નેધરલેન્ડમાં સોલર પાવર સંચાલિત કાર આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે. ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ બનાવેલી સોલર એનર્જીથી ચાલતી નુના ફોનિક્સ કાર ૧૨ કલાકમાં ૫૪૮ માઈલની ઝડપ પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તૈયારીમાં છે. શનિવારે સવારે નેશનલ રોડ ટ્રાફિક એજન્સી ટેસ્ટ ટ્રેકમાં નુના ફોનિક્સે ચાર ડ્રાઈવર સાથે વર્લ્ડ રેકોર્ડ તોડવાની દિશા ભણીની સફર શરૂ કરી હતી. સગવડતા માટે એક નહીં પણ ચાર ડ્રાઇવર રાખવામાં આવ્યા છે અને તેમણે વારાફરતી ૩-૩ કલાક સુધી કારને હંકારી હતી. સોમવાર સુધીમાં તે ૫૫૦ માઇલનું અંતર કાપીને વિશ્વની સૌથી ઝડપી ગતિએ દોડનાર કારનો ખિતાબ હાંસલ કરી લેશે. ૧૨ કલાકમાં ૮૮૨ કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે દોડવાનો કારનો હેતુ છે. ૨૦૧૭ ની સાલમાં નુના ૮એસે સૌથી ઝડપી ગતિએ દોડતી કારનો ખિતાબ મેળવ્યો હતો. આ વર્ષની રેસ અમેરિકામાં થવાની હતી પરંતુ કોરોના વાઇરસને કારણે તેને મોકૂફ રાખી દેવામાં આવી હતી. આ કારે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ સોલર ચેલેન્જમાં પણ સાત વાર વિજય મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન