300 Nilgai Killed In 4 Days In Bihar, Shocking Video Gone Viral
  • Home
  • Featured
  • બિહારમાં 4 દિવસમાં 300 નીલગાયોની હત્યા-JCBથી જીવતી દફનાવાઈ, વિડીયો જોઇ ધ્રુજી ઉઠશો

બિહારમાં 4 દિવસમાં 300 નીલગાયોની હત્યા-JCBથી જીવતી દફનાવાઈ, વિડીયો જોઇ ધ્રુજી ઉઠશો

 | 4:27 pm IST

બિહારનાં વૈશાલીમાં માનવતા માટે લાંછન રૂપ કિસ્સો સામે આવી રહ્યો હતો. અહીં નીલગાયને જીવતી દફનાવી દેવાનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને ભલભલાને ધ્રુજારી છૂટી જશે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક નીલગાયને પહેલા ગોળી મારવામાં આવી, પરંતુ તે મરી નહીં અને ફક્ત ઘાયલ થઈ. ત્યારબાદ જીવતી તેને જેસીબીની મદદથી એક ખાડામાં દફનાવી દેવામાં આવી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલો 1 સપ્ટેમ્બરનો છે અને આ મામલો સામે આવ્યા બાદ 3 સપ્ટેમ્બરનાં તપાસ શરૂ કરવામાં આવી. બિહારનાં ખેતરમાં ઉભેલા પાકની સુરક્ષાને જોઇને સરકારે આદેશ આપ્યો છે. આ આદેશ અંતર્ગત નીલગાયોને મારવાની પરવાનગી આપવામાં આવી છે. આ આદેશ આવ્યા બાદ વૈશાલીમાં જ ફક્ત 4 દિવસમાં 300થી વધારે નીલગાયોને મારી દેવામાં આવી છે. વન વિભાગ જ આ કામને અંજામ આપી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ખેતરમાં પાકની સુરક્ષા માટે નીલગાયોને મારવી જરૂરી છે.

જાણકારી પ્રમાણે નીલગાયોને મારવાની જોગવાઇ છે કે તેને પહેલા ગોળી મારવામાં આવે અને તેના મોતની પુષ્ટિ થયા બાદ જ તેને દફનાવવામાં આવે. વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગનાં અધિકારી પણ ચોંકી ગયા છે અને હાથ અધ્ધર કરતું નિવેદન આપી રહ્યા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

આ વિડીયો પણ જુઓ: તાપી નદીમાં નવ શ્વાન ફસાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન