300 People Killed in Indias Balakot Air Strike : Former Pakistan Diplomat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાલાકોટ એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકી માર્યા ગયેલા? ખુદ પાક.ના પૂર્વ રાજદ્વારીએ જાહેર કર્યો આંકડો

બાલાકોટ એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકી માર્યા ગયેલા? ખુદ પાક.ના પૂર્વ રાજદ્વારીએ જાહેર કર્યો આંકડો

 | 8:09 pm IST
  • Share

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ રાજદ્વારીએ ભારતે બાલાકોટ (Balakot)માં કરેલી એર સ્ટ્રાઈક (Air Strike)ને લઈને સનસની ખુલાસો કર્યો છે. આ પાકિસ્તાન (Pakistan)ની ઈમરાન ખાન સરકાર (Imran Khan Government) મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ રાજદ્વારીએ ખુલાસો કરતા કહ્યું છે કે, ભારતીય વાયુસેના (Indian Air Force)એ કરેલી સૈન્ય કાર્યવાહીમાં 300 લોકો માર્યા ગયા હતાં.

ભારતે પાકિસ્તાન (India-Pakistan) પર આ સૈન્ય જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષા બળોના હુમલાના જવાબના ભાગરૂપે કરી હતી. સામાન્ય રીતે પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીઓ (Pakistani Forme Diplomats) પાકિસ્તાની સૈન્યના જ ગુણગાન ગાતા નજરે પડે પણ આ રાજદ્વારીએ પાકિસ્તાન વિરૂદ્ધ જ આ સનસની ખુલાસો કર્યો છે.

પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ એક ટીવી ચેનલ સાથેના શોમાં સ્વિકાર કર્યો છે કે, 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતાં. હિલાલીનો આ દાવો પાકિસ્તાનના એ દાવાથી તદ્દન વિરૂદ્ધ છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં એક પણ વ્યક્તિ માર્યો ગયો નથી અને ભારતની આ સૈન્ય કાર્યવાહી એકમાત્ર નાટક જ છે.

હિલાલી સામાન્ય રીતે ટીવી શોની ચર્ચાઓમાં ભાગ લેતા નજરે પડે છે જેમાં તેઓ મોટાભાગી પાકિસ્તાની સેનાનો જ પક્ષ લેતા નજરે પડે છે. ભારતીય વાયુસેનાએ ખૈબર પુખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો હવાઈ હુમલો કરી ખુરદો બોલાવી દીધો હતો. પરંતુ પાકિસ્તાને પોતાની આબરૂ બચાવવા એક જ રટણ રટ્યે રાખ્યું હતું કે, જે જગ્યાએ ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો તે જગ્યાએ કોઈ આતંકવાદીઓ હતા જ નહીં. પાકિસ્તાને આ હુમલામાં કોઈ માર્યુ ગયુ  હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પરંતુ હવે પાકિસ્તાનના જ પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ જ આ મામલે સનસની ખુલાસો કર્યો છે. તેમના મતે ભારતીય એરફોર્સ દ્વારા યુદ્ધ વિમાનોમાંથી વરસાવવામાં આવેલા બોમ્બમાં 300 જેટલા લોકો માર્યા ગયા હતાં.

આ હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયાને લઈને ભારતમાં જ કેટલાક રાજકીય પક્ષોએ સવલ ઉભા કર્યા હતાં. દેશમાં કોંગ્રેસ અને PDP સહિતના રાજકીય પક્ષોએ તો સૈન્ય પર જ આંગળી ચિંધિ હતી. હવે પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીના ખુલાસાથી ઈમરાનની સાથો સાથ ભારતના કોંગ્રેસ નેતાઓ ભોંઠા પડ્યાં છે.

ભારત તરફથી આ એર સ્ટ્રાઈક જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા હુમલા બાદ કરવામાં આવી હતી. સીઆરપીએફના કાફલા પર થયેલા આ આતંકી હુમલામાં 40 સુરક્ષા જવાનો સહિદ થયા હતાં. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની આકરી ટીકા થઈ હતી અને અમેરિકા, ફ્રાંસ અને રશિયા સહિતના દેશોએ ભારતનું ખુલ્લુ સમર્થન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન