CWC 2019: 300+ Run Will Not Be Enough In World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • આ વર્લ્ડ કપમાં રનોનો થશે વરસાદ, 300થી વધારે રન પણ જીતવા માટે ઓછા પડશે

આ વર્લ્ડ કપમાં રનોનો થશે વરસાદ, 300થી વધારે રન પણ જીતવા માટે ઓછા પડશે

 | 4:03 pm IST

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે વન ડે સીરીઝની ત્રીજી મેચમાં 359 રનનું લક્ષ્ય 4 વિકેટ ગુમાવીને મેળવી લીધું. વન ડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતા આ ઇંગ્લેન્ડની બીજી સૌથી મોટી જીત હતી. ઇંગ્લેન્ડે આ લક્ષ્ય 5 ઑવર બાકી રહેતા મેળવી લીધું હતુ. ચોંકાવનારી વાત એ છે કે 350થી વધારે સ્કોરને કોઈપણ મુશ્કેલી વગર મેળવી લેવામાં આવ્યો હતો. આવામાં એ પ્રશ્ન ઉઠવા લાગ્યો છે કે 50 ઑવરની મેચમાં ટીમો માટે કયો સ્કોર સુરક્ષિત માનવામાં આવે.

વર્લ્ડ કપ 2015 બાદ રમાયેલી 469 વન ડે ઇન્ટરનેશનલ મેચમાંથી 128 મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 300થી વધારેનો સ્કોર બનાવ્યો છે, પરંતુ આ પર્યાપ્ત નથી. આ 128 મેચોમાંથી પહેલા બેટિંગ કરનારી લગભગ 99 મેચોમાં એટલે કે 77 ટકા મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. આની તુલના જો એ 341 મેચો સાથે કરવામાં આવે જેમાં 300થી વધારેનો સ્કોર નથી બન્યો તો તેની જીતની સરેરાશ ઘટીને 38 ટકા થઈ જાય છે. જો કે 130 મુકાબલાઓમાં જીત મળી છે. હવે જો 2015 વર્લ્ડ કપ બાદ થયેલા મુકાબલા પર નજર નાંખીએ તો તસ્વીર કંઇક આવી છે.

250 રન – 201 મેચ, 49 જીત, જીતની સરેરાશ 24 ટકા
250-299 – 140 મેચ, 81 જીત, જીતની સરેરાશ 74 ટકા
300 – 349 – 87 મેચ, 64 જીત, જીતની સરેરાશ 74 ટકા
350 – 399 – 36 મેચ, 30 જીત, જીતની સરેરાશ 83 ટકા
400 અને તેનાથી વધારે – 5 મેચ, 5 જીત, જીતની સરેરાશ 100 ટકા

તો હવે પ્રશ્ન ઉભો થાય છે કે ઇંગ્લેન્ડમાં પ્રથમ ઇનિંગનો સુરક્ષિત સ્કોર કયો છે? ગત વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડમાં 56 વન ડે રમાઈ. આમાંથી 18 વાર 300થી વધારેનું લક્ષ્ય પાર પાડવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે મંગળવારનાં પાકિસ્તાન સામે મળેલી જીત બાદ ઘરઆંગણે ઇંગ્લેન્ડે લક્ષ્યનો પીછો કરતા લગાતાર 16મો મુકાબલો જીત્યો છે. ગત વર્લ્ડ કપથી અત્યાર સુધી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સાર્વાધિક સ્કૉરનો રેકૉર્ડ બે વાર તુટ્યો છે. બંને વખત ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડ દ્વારા. પહેલા પાકિસ્તાન સામે 2016માં 444/3 અને ત્યારબાદ ગત વર્ષે જૂનમાં ઑસ્ટ્રેલિયા દ્સામે 481/6 આ બંને મેચ નૉટિંગમમાં રમાઈ હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે જેણે 5 વાર 400થી વધારેનો સ્કોર બનાવ્યો અને 4 વાર તેને ડિફેન્ડ પણ કર્યો. ત્રણવાર તો તેને ઘરઆંગણે આવુ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન