31-year old Indian 13 years in jail in Singapore for sexual assault of minor Girl
  • Home
  • Featured
  • સિંગાપુરમાં 13 વર્ષની સગીરા પર ભારતીયએ ગુજાર્યુ દુષ્કર્મ, થયા આવા હાલ

સિંગાપુરમાં 13 વર્ષની સગીરા પર ભારતીયએ ગુજાર્યુ દુષ્કર્મ, થયા આવા હાલ

 | 10:06 pm IST

સિંગાપુરમાં 13 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર 31 વર્ષીય ભારતીય ઉધ્યય કુમારને 13 વર્ષની સજા કરવામાં આવી છે. સિંગાપુરના મીડિયામાં આવેલી ખબર અનુસાર, ઉધ્યય કુમારે કોર્ટમાં તેનો કબૂલી લીધો હતો જે પછી કોર્ટે તેને 13 વર્ષની સજા કરી.

કોર્ટે આરોપીને 12 કોરડા ફટકારવાની પણ સજા કરી છે. મિનીમાર્ટના કામદાર ઉધ્યય કુમારે પહેલા તો સગીરા સાથે મિત્રતા બાંધીને તેને ફસાવી હતી અને ત્યાર બાદ બે વાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉધ્યય કુમારે સગીરાને પોતાની પત્ની ગણાવવાનું પણ ચાલુ કરી દીધું હતું.

ગુરુવારે હાઇકોર્ટમાં સજા સંભળવાતી વખતે કોર્ટે બીજા ચાર આક્ષેપોને પણ ધ્યાનમાં લીધા હતા. સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2016ની વચ્ચે બનેલી આ ઘટના ત્યારે બહાર આવી કે જ્યારે કુમારની ગર્ભવતી ગર્લફ્રેન્ડે તેના ફોનમાં સગીરાના વાંધાજનક ફોટાઓ જોઈ લીધા હતા જે પછી આરોપી સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને કોર્ટમાં કેસ ચાલી જતાં તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી.

ખુદ આરોપીએ કોર્ટમાં કબૂલ્યું કે તેણે બે વાર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બન્ને વાર નિષ્ફળ નીવડયો હતો.