311 Indians land in Delhi after deportation from Mexico, US Dream Crash
  • Home
  • Featured
  • મેક્સિકોથી પાછા ફરનાર ભારતીયોમાં ગુજરાતીઓ, એરપોર્ટ પર ખૂબ રડ્યા, USની લાલસામાં બદતર સ્થિતિ

મેક્સિકોથી પાછા ફરનાર ભારતીયોમાં ગુજરાતીઓ, એરપોર્ટ પર ખૂબ રડ્યા, USની લાલસામાં બદતર સ્થિતિ

 | 9:17 am IST

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોઇંગ 747 એરક્રાફ્ટ શુક્રવારના રોજ ઉતાર્યું, તેમાં મેક્સિકોમાં ગેરકાયદે રહેતા 311 ભારતીય પ્રવાસીઓને લાવામાં આવ્યા. છેલ્લાં 6 મહિનાથી આ તમામ લોકો મેક્સિકોના કેમ્પમાં અમાનવીય જિંદગી જીવી રહ્યા હતા. આ પીડિતોનું કહેવું છે કે તમને કેમ્પમાં માત્ર નંબરથી બોલાવામાં આવતા હતા. કોઇપણ સૂચના કે કામ માટે ગાર્ડ નંબર 308 કે 201… કહીને બોલાવતા હતા. ભારત પરત ફરતા તેમનું કહેવું હતું કે મહિનાઓ બાદ તેમને એરપોર્ટ પર લેવા આવેલા સંબંધીઓએ જ્યારે નામથી બોલાવ્યા તો અમને અમારું નામ સંભળાયું.  એરપોર્ટ પર ઉતરતા જ પોતાના સંબંધીઓને જોઇ કેટલાંક લોકો ધ્રુસકને ધ્રુસકે રડવા લાગ્યા હતા. આ 311 ભારતીયોમાં કેટલાંક ગુજરાતીઓ પણ હતા.

એજન્ટને લાખો આપ્યા જેથી અમેરિકામાં નોકરી મળી જાય

24 વર્ષના રાહુલ યાદવ કરનાલના રહેવાસી છે અને ભારત પાછા ફરતાં જ નવી આશાઓ સાથે દેખાયા. રાહુલે કહ્યુ કે તાપાચુલાના યુએન ઇમિગ્રન્ટ કેમ્પમાં રહેવુ મુશ્કેલ અનુભવ હતો. તેમણે પોતાના હાથ દેખાડતા કહ્યુ કે અમાનવીય પરિસ્થિતિમાં રહેવાના લીધે તેમના હાથ પર એગ્ઝિમા થઇ ગયો. તેમણે કહ્યુ કે કેમ્પમાં માત્ર ચોખા અને કઠોળ જ ખાવા મળતા હતા. રાહુલ બીએસસી ગ્રેજ્યુએટ છે અને તેને અમેરિકામાં નોકરી માટે એજન્ટને લાખો રૂપિયા આપ્યા હતા. અમેરિકા જઇ નોકરીનો સપનું તો પૂરું થયુ નહીં પરંતુ તેનું સપનું ટિનના એક કેમ્પમાં મહિનાઓ સુધી પસાર કર્યા બાદ ચોક્કસ રોળાય ગયું.

311માંથી મોટાભાગના પંજાબના રહેવાસી, ત્યારબાદ ગુજરાતના

310 પુરુષ અને એક મહિલાને મેક્સિકોથી ડિપૉર્ટ કરાયા. આ તમામ કોઇને કોઇ એજન્ટ દ્વારા અહીં સુધી પહોચ્યા હતા. મેક્સિકોના ઑક્સા, બાજા કેલિફોર્નિયા, વેરાક્રૂઝ, ચિપાસા, સોનારા, મેક્સિકો સિટીમાં રહેતા હતા. ગેરકાયદે ભારતીય પ્રવાસીઓમાંથી મોટાભાગના પંજાબના રહેવાસી છે. તેની સાથે જ કેટલાંક હરિયાણા અને ગુજરાતના પણ છે અને કેટલાંક જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે.

કેન્દ્ર સરકાર અને ભારતીય પ્રશાસનના લોકોનો માન્યો આભાર

24 વર્ષના રાહુલે કહ્યુ કે કેમ્પમાં અમારી સાથે જાનવર જેવુ વર્તન કરતા હતા. અમને ખાવા માટે ચોખાની સાથે રેડ બિન્સ જ મળતા હતા. દિલ્હી પરત ફરતા રાહુલ અને બીજા ભારતીયોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો. સુરક્ષિત દેશ પાછા ફર્યા બાદ આ ભારતીયોએ કહ્યું કે અમને આશા નહોતી કે અમને છોડાવા માટે કેન્દ્ર સરકાર આટલી તત્પરતા દેખાડશે. રાહુલે કહ્યુ કે અમારી પાસે ના તો પાસપોર્ટ હતો અને ના તો જરૂરી દસ્તાવેજ, તેમ છતાંય કેન્દ્ર સરકારે અમારી સુરક્ષિત વતન વાપસી માટે પ્રયાસ કર્યા.

ખાવા માટે ચોખા ગુનેગારો જેવું વર્તન

બીજા એક પ્રવાસી રવિ યાદવે કહ્યુ કે કેમ્પમાં અમારી સાથે જાનવરો જેવું વર્તન કરાતુ હતુ. અમને ખાવા માટે ચોખા અને રેડ બિન્સ જ મળતા હતા અને અમે 3ફૂટx3ફૂટની જગ્યા રહેવા માટે મળતી હતી. રવિએ કહ્યું કે ત્યાં જીવતા રહેવા માટે સંઘર્ષ કરવો અઘરો હતો અને અમારે આફ્રિકન, સીરિયા અને મિડલ ઇસ્ટના દેશોમાંથી આવેલા પ્રવાસીઓની સાથે જગ્યા માટે સંઘર્ષ કરવો પડ્યો.

જમીન-મિલકત વેચી એજન્ટને આપ્યા લાખો

ભારત પરત ફર્યા બાદ આ લોકોમાંથી કેટલાંકે કહ્યુ કે તેમણે એજન્ટને 20 લાખ સુધીની રકમ ચૂકવી અને તેના માટે તેમણે જમીન-મિલકત પણ વેચી દીધી. હરિયાણાના એક ગામના રહેવાસી અમિત કુમારે કહ્યું કે હવે હું કયારેય ભારત છોડવા અંગે વિચારીશ નહીં. તેમણે કહ્યુ કે સારી નોકરી માટે દેશની બહાર ગયો હતો. મને આશા હતી કે હું ઝડપથી જ અમેરિકામાં સારી નોકરી કરી લઇશ અને મારી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે.

કેટલાંક લોકોએ જંગલના રસ્તાથી જ શરણાર્થી કેમ્પમાંથી ભાગવાની કોશિષ કરી

શરણાર્થી કેમ્પોમાં મુશ્કેલ સ્થિતિ જોતા કેટલાંક લોકોએ ભાગવાની કોશિષ કરી હતી. અમિતે કહ્યુ કે કેમ્પમાંથી બહાર નીકળવા માટે અમે લોકો બેચેન હતા. અમારામાંથી કેટલાંક લોકો તો ભાગવાની કોશિષ કરતા હતા. જંગલોના રસ્તે કેમ્પમાંથી ભાગવાના લીધે અમને સાપે ડંખ માર્યો હતો. બીજા એક પ્રવાસી અનિલ કુમારે કહ્યુ કે મારી પત્ની અને દીકરીને છોડીને ગયો હતો, જેથી અમેરિકા જઇ થોડાક પૈસા કમાઇ શકુ.

આ વીડિયો પણ જુઓ – બિન્દાસ બોલ નુપુર સાથે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન