3,111 patients with mucomycosis registered in Gujarat, against which 17,330 expensive injections were allotted
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસના 3,111 દર્દીઓ નોંધાયા, તેની સામે 17,330 મોંઘા ઇન્જેક્શન ફાળવ્યા

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસના 3,111 દર્દીઓ નોંધાયા, તેની સામે 17,330 મોંઘા ઇન્જેક્શન ફાળવ્યા

 | 6:41 am IST
  • Share

ભારત સરકારે ગુરૂવારે ગુજરાતમાં સારવાર હેઠળના મ્યૂકરના ૩,૧૧૧ દર્દીઓ માટે વધુ ૧૭,૩૩૦ ઈન્જેક્શન ફાળવ્યા છે. અગાઉ શનિવારે ૫,૮૦૦ અને મંગળવારે ૪,૬૪૦ એમ કુલમળીને અત્યાર સુધીના છ દિવસમાં ભારત સરકારે ગુજરાતને ૨૭,૭૦૦ જેટલા લાયપોસોમલ એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શન ફાળવ્યા છે. રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા લાયોફિલાઈઝડ કરતા કેન્દ્રએ ફાળવેલા ઈન્જેક્શન મોંધા હોય છે.

મ્યૂકરમાઈકોસિસને રોગચાળો જાહેર કર્યાના એક જ સપ્તાહમાં  એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યુ છે. ગુરૂવારે ભારત સરકારને માઈલાન ફાર્માના ૮૦,૦૦૦ વાયલનો જથ્થો પ્રાપ્ત થતા કોરોના પછી જ્યાં મ્યૂકરના કેસ વધી રહ્યા છે તેવા ૨૫ રાજ્યો અને એઈમ્સ સહિતના સેન્ટ્રલ ઈન્સ્ટ્રીટયુટ વચ્ચે વહેંચણીનો ક્વોટા ફિક્સ કર્યો હતો. જેમાં ગુજરાતને ૨૧.૬૬ % હિસ્સો મળ્યો છે, છ દિવસ અગાઉ ગુજરાતમાં સત્તાવારપણે ૨,૨૮૧ મ્યૂકર દર્દીઓ સારવાર હેઠળ હતા. ગુરૂવારે તેમાં ૮૩૦નો વધારો થયાનું કેન્દ્ર દ્વારા કહેવાયુ છે.

દેશમાં ૧૪,૩૦૧ મ્યૂકરના એક્ટિવ કેસ છે. ગુજરાતને મળેલા માયલેનના ૧૭,૩૩૦ લાયપોસોમલ એમ્ફોટેરિસિન- બી કે જેની કિંમત રૂપિયા ૬,૨૪૭થી વધુ છે જ્યારે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના દર્દીઓ માટે રૂ.૨૨૦ના લાયોફિલાઈઝડ ઈન્જેક્શન ફાળવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો