31st May 2020 : PM Narendra Modi Mann Ki Baat
  • Home
  • Featured
  • PM મોદીની ‘મન કી બાત’: દેશની સામે લોકડાઉનમાંથી ‘અનલોક મોડલ’ મૂકી આ સંદેશો આપી શકે

PM મોદીની ‘મન કી બાત’: દેશની સામે લોકડાઉનમાંથી ‘અનલોક મોડલ’ મૂકી આ સંદેશો આપી શકે

 | 10:20 am IST

કોરોનાવાયરસ મહામારી અને દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આજે સવારે 11 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશની જનતા સાથે ‘મન કી બાત’ કરશે. લોકડાઉન દરમ્યાન ત્રીજી વખત પીએમ રેડિયોના માધ્યમથી લોકોને સંબોધિત કરશે.

વડા પ્રધાને શનિવારે રાત્રે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આવતીકાલે સવારે 11 વાગ્યે #ManKiBaat

આજે દેશમાં લોકડાઉન 4.૦ નો છેલ્લો દિવસ છે અને આવતી કાલે એટલે કે 1 જૂનથી લોકડાઉન 5.0 અથવા તો એમ કહીએ કે અનલોક -1.0 શરૂ થઈ રહ્યું છે. એવામાં આશા વ્યકત કરાઇ રહી છે કે પીએમની ‘મન કી બાત’ અનલોક-1.0 પર આધારિત હશે. દેશને સંબોધિત કરતાં વડાપ્રધાન અનલોક 1.0 પછી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી શકે છે. આ સિવાય પીએમ કોરોના યુદ્ધનું ‘અનલોક મોડલ’ પણ દેશની જનતા સમક્ષ મૂકી શકે છે.

મોદી શું સંદેશ આપી શકે છે
– દેશમાં અનલોક 1.0 પછી લોકોને સાવચેતી રાખવાની અપીલ
– લોકડાઉન સમાપ્ત થયા પછી ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટેંસિંગના મહત્વ પર ચર્ચા
– લોકોને હજી પણ બિન જરૂરી મુવમેન્ટ ના કરવાનું કહી શકે છે
– બિન જરૂરી બજાર, મોલ્સ જેવા સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપી શકે છે
– આત્મનિર્ભર ભારત અભિયાન સાથે લોકોને જોડાવાની અપીલ

આ વીડિયો પણ જુઓ : લૉકડાઉન – 5 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન