અમદાવાદ ‘તું કેટલા દિવસ બચીને રહીશ,ગમે ત્યારે મારી પાસે આવવું પડશે’ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ ‘તું કેટલા દિવસ બચીને રહીશ,ગમે ત્યારે મારી પાસે આવવું પડશે’

અમદાવાદ ‘તું કેટલા દિવસ બચીને રહીશ,ગમે ત્યારે મારી પાસે આવવું પડશે’

 | 10:50 am IST

આરપીએફના પીઆઈએ ૩૨ વર્ષીય મહિલા કોન્સ્ટેબલને દ્વિઅર્થી મેસેજ કરવા ઉપરાંત અવાર-નવાર ફોન કરી હેરાન કરતાં મહિલા કોન્સ્ટેબલે પીઆઈ સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને રેલવે સુરક્ષા ફોર્સમાં નોકરી કરતી ૩૨ વર્ષીય મહિલાએ તેના ડિવિઝન ઇન્સ્પેકટર વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, ઇન્સ્પેકટર સુરેશ ચૌધરી ડિવિઝન ઇન્સ્પેકટર છે તેઓ સવાર સાંજ પર્સનલ મોબાઇલ નંબર પરથી દ્વિ-અર્થી મેસેજ કરતા હતા અને મહિલાની જ્યા નોકરી હોય ત્યા ફોન કરી વાતો કરવા કોશિષ કરતા હતા. ઉપરાંત ફોન કરી કોઇના કોઇ બહાને ઘરે બોલાવવાની કોશિષ કરતા હતા.

મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પીઆઇનો ઇરાદો મારી ઇચ્છા વિરુધ્ધ મને શારીરિક રીતે પોતાની જાળમાં ફસાવવાનો હતો. દરમિયાનમાં તાજેતરમાં પીઆઇએ મહિલા કોન્સ્ટેબલને ધમકી આપી હતી કે, તું કેટલા દિવસ બચીને રહીશ ગમે ત્યારે તારે મારી પાસે આવવું પડશે. પીઆઇ વિરુધ્ધ ડીએસસીને સત્ય પ્રકાશને ફરિયાદ કરાતાં તેમણે પણ મહિલાની ફરિયાદ ધ્યાને લીધી ન હતી. મહિલા કોન્સ્ટેબલે ફરિયાદમાં વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, ઇન્સ્પેકટર સુરેશ ચૌધરી વિરુધ્ધ ભ્રષ્ટાચારનો કેસ ગાંધીધામમાં નોંધાયો હતો, મણિનગર ખાતે રેપ તથા અન્ય કેસ, પાટણમાં રીટાયર્ડ એએસઆઇ દ્વારા નકલી ભરતીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.