૩૩,૯૩૬-૩૩,૮૫૦ અત્યંત મહત્ત્વનો ટેકો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

૩૩,૯૩૬-૩૩,૮૫૦ અત્યંત મહત્ત્વનો ટેકો

 | 12:09 am IST

ચાર્ટ કોરિડોર :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ ઈન્ડેક્સઃ (૩૪,૦૪૭) મિત્રો, બી.એસ.ઈ.ઇન્ડેક્સ ગત સપ્તાહના ચાર કામજના દિવસોમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૪,૧૪૨ સામે ગેપમાં ઉપર તરફ ૩૪,૨૨૬ના મથાળે ખૂલી ઉછાળા સ્વરૂપે ૩૪,૬૧૧ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ ફરીથી નફારૂપી વેચવાલી નીકળતાં નીચામાં ૩૪,૦૧૫ નીચી સપાટી સ્પર્શી અંતે ૩૪,૦૪૭ ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૪,૧૪૨ની સરખામણીમાં ૯૫ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન બંને તરફી વધઘટ રહી હતી. જો કે એકંદરે ઉછાળે નફારૂપી વેચવાલી રહી હતી. ખાસ કરીને બેન્કિંગ શેરોમાં નોંધપાત્ર ઘટડો જોવાયો હતો. અન્ય ક્ષેત્રના શેરોમાં મિશ્ર વલણ રહ્યું હતું. એકંદરે આંતરપ્રવાહો નબળા જણાય છે. હવે ચાર્ટની દૃષ્ટિએ ઈન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૦,૦૦૦ તથા ૨૮,૦૦૦ નજીકના તથા ૨૫,૦૦૦ના મજબૂત ટેકાને અનુલક્ષી ૨૨,૫૦૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦નો સુધારો જોવાશે. હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૪,૧૯૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૪,૨૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૩,૯૩૬ તથા ૩૩,૮૫૦ની આરંભિક નીચી સપાટી આવશે. જ્યાં લેવાલીનો ટેકો જોવાશે. અત્યંત ખરાબ સંજોગોમાં ૩૩,૮૫૦ તૂટતાં ૩૩,૭૧૦નું પેવિક જોવાશે. ઉપરમાં ૩૪,૨૮૦ પાર થતાં ૩૪,૪૨૫નો ઉછાળો જોવાશે. નિફ્ટી માર્ચ ફ્યૂચર : (૧૦,૪૫૭) ૧૦,૫૧૧ તથા ૧૦,૫૩૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૦,૫૭૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૦,૪૨૬- ૧૦,૪૧૧ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો, જ્યાં લેવાલીની શક્યતા રહેશે. ખરાબ સંજોગોમાં ૧૦,૪૧૧ તૂટતાં ૧૦,૩૭૭ તથા તે બાદ ૧૦,૩૨૨નું પેનિક જોવાશે. બેન્ક નિફ્ટી સ્પોટ : (૨૪,૯૦૩) ૨૫,૦૮૫- ૨૫,૧૧૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨૫,૨૨૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૪,૭૮૭ તથા ૨૪,૬૯૧ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકા ધ્યાનમાં રાખવા, જ્યાં લેવાલીની શક્યતા રહેશે. ખરાબ સંજોગોમાં ૨૪,૬૯૧ નીચે બંધ આવતાં ૨૪,૫૩૬, ૨૪,૪૫૯ તથા ૨૪,૧૬૦નું પેનિક જોવાશે, ઉપરમાં ૨૫,૨૨૬ પાર થતાં ૨૫,૪૫૦ તથા ૨૫,૫૫૫ના ઉછાળા આવી શકશે.

આઈસીઆઈસીઆઈ બેન્ક :  (૩૦૫) ૩૧૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૧૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૦૧/૫૦, ૨૯૪ તથા ૨૮૨નો ઘટાડો જોવાશે. એચડીએફસી : (૧,૮૧૩) ૧,૮૦૩ તૂટતાં ૧,૭૭૨ તથા ૧,૭૫૩નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૧,૮૨૮ તથા ૧,૮૩૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે.વેચાણમાં ૧,૮૫૩નો સ્ટોપલોસ રાખવો. મુથુટ ફાઈનાન્સ : (૩૮૮) ૩૮૪ તૂટતાં ૩૭૭, ૩૭૩ તથા ૩૬૬નું પેનિક જોવાશે, ઉપરમાં ૩૯૬ મજબૂત પ્રતિકાર સપાટી છે. સ્ટેટ બેન્કઃ (૨૬૩) ૨૬૦ તૂટતાં ૨૫૪, ૨૫૧ તથા ૨૪૫નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૨૬૬ તથા ૨૭૧ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. બીઓબી : (૧૩૮/૪૦) ૧૪૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૪૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૩૪/૫૦, ૧૩૦ તથા ૧૨૩નો ઘટાડો જોવાશે. ભારત ફોર્જ : (૭૮૩) ૭૭૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૭૬૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૦૧ પાર થતાં ૮૨૪ તથા તે ઉપર બંધ આવતાં ૮૬૦નો સુધારો જોવાશે. મધરસન સુમી : (૩૨૦) ૩૨૮-૩૨૯ના ઉછાળે વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૩૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૧૧, ૩૦૫ તથા ૨૯૬નો ઘટાડો જોવાશે. સિયાટ : (૧,૫૮૧) ૧,૫૫૧ તૂટતાં ૧,૪૯૬ તથા ૧,૪૬૩નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૧,૬૦૬ તથા ૧,૬૧૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. એનઆઈઆઈટી ટેક્. (૮૭૨) ૮૫૫ તથા ૮૪૭ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૮૩૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૮૦, ૯૦૧ તથા ૯૧૨નો સુધારો જોવાશે.

માઈન્ડ ટ્રી : (૮૧૧) ૮૨૦ તથા ૮૨૫ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૮૨૫ પાર થતાં ૮૪૫, ૮૫૭ તથા ૮૭૭નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૮૦૬ તથા ૭૯૩ મહત્ત્વના ટેકા છે.

;