34 crore Bhadra Plaza project flooded the normal rain
  • Home
  • Ahmedabad
  • AMCએ 34 કરોડનો કર્યો ઘૂમાડો, ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટનો ખર્ચ માથે પડયો

AMCએ 34 કરોડનો કર્યો ઘૂમાડો, ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટનો ખર્ચ માથે પડયો

 | 4:27 pm IST

AMC તંત્રને લાલદરવાજા સ્થિત ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ખર્ચ માથે પડયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મ્યુનિ.એ રૂ.34 કરોડના ખર્ચે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો પણ હવે આખો પ્રોજેક્ટનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ઘાટ છે. આજે બુધવારે કોટ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડયો હતો જેમાં ભદ્ર પ્લાઝામાં પાણી ભરાઇ ગયું હતુ. આખો દિવસ આ પાણીનો નિકાલ થયો ન હતો.

અમદાવાદ મ્યુનિ.એ 2012માં ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટ મૂક્યો હતો જેમાં કેન્દ્ર સરકારને ડીપીઆર મોકલ્યો હતો જેમાં 78 કરોડનો ખર્ચ સાથે બે તબક્કામાં વિકાસ કરવાનો હતો પણ પ્રથમ તબક્કામાં રૂ.34 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં જ મ્યુનિ.ને પાંચ વર્ષથી વધુનો સમય વીતી ગયો હતો. જેથી કેન્દ્ર સરકારે બીજા તબક્કાની ગ્રાંટ જ આપી ન હતી. જેથી અધવચ્ચે પ્રોજેક્ટ છોડાયો હતો.

ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ ડેવલપ કર્યા બાદ અંદરથી પસાર થતાં રોડ બંધ કરાયા હતા અને ફેરિયાઓને ખસેડવાનું આયોજન હતુ પણ એકપણ કામ પૂર્ણ થઇ શક્યું ન હતુ. હવે ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટમાં ઠેર-ઠે ગંદકી જોવા મળે છે. અહીં કચરાના ઢગલાં હોય છે સાથે કેચપીટો બંધ થવાથી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અવરોધાતી હોવાથી ઠેર-ઠેર પાણી ભરાય છે. બુધવારે વરસાદ પડયો એ પણ સામાન્ય હતો છતાં અહીં પાણી ભરાઇ ગયું હતુ. મ્યુનિ.ને વારંવાર ફરિયાદો છતાં આ પાણીનો નિકાલ થઇ શક્યો ન હતો. અહીં ગટરો બેક મારવાની સમસ્યા જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન