૩૪ મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર કિંગ બન્યો શાહરુખ ખાન  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ૩૪ મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર કિંગ બન્યો શાહરુખ ખાન 

૩૪ મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર કિંગ બન્યો શાહરુખ ખાન 

 | 3:39 am IST

બોલિવૂડમાં કિંગ ખાનના નામથી લોકપ્રિય બનનાર શાહરુખ ખાન હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર પણ કિંગ બની ગયો છે. શાહરુખ ખાનના ટ્વિટર પર ૩૪ મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. શાહરુખ ખાન ૩૪ મિલિયન ટ્વિટર હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. બોલિવૂડના ટોપ સિતારાઓના ટ્વિટર પર ૩૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાનનો સમાવેશ થાય છે. ટ્વિટર પર બિગ બીના ૩૩.૫ મિલિયન ફોલોઅર્સ છે જ્યારે શાહરુખ ખાનના ૩૪ મિલિયન થઇ ગયા છે. શાહરુખ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને ઘણી વાતો પણ સમયાંતરે અપડેટ કરતો રહે છે.