34 Women in America Filed A Complain Against Popular Website
  • Home
  • Featured
  • ‘પોર્નહબ’ વિવાદમાં ફસાઈ, મંજૂરી વગર વીડિયો અપલોડ કરતાં 34 મહિલાઓએ કરી ફરિયાદ

‘પોર્નહબ’ વિવાદમાં ફસાઈ, મંજૂરી વગર વીડિયો અપલોડ કરતાં 34 મહિલાઓએ કરી ફરિયાદ

 | 6:02 pm IST
  • Share

દુનિયાની સૌથી મશહૂર પોર્ન વેબસાઈટ પોર્નહબ હાલ વિવાદોમાં ફસાઈ છે. આ કંપની પર 34 મહિલાઓએ કેસ કરી દીધો છે. મહિલાઓનો દાવો છે કે તેઓનો અશ્લીલ વીડિયો તેમની મંજૂરી વગર જ આ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે. અને તેનાથી કંપની આર્થિક નફો પણ કમાઈ રહી છે.

આ મહિલાઓએ પોર્નહબની પેરેન્ટ કંપની માઈન્ડ ગીક પર આરોપ લગાવ્યો છે કે તે એક ગેરકાનૂની બિઝનેસ ચલાવી રહ્યા છે. તો પોર્નહબે પોતાના બચાવમાં આ વાતને સફેદ જૂઠ ગણાવ્યું હતું. આ ઉપરાંત એક ઈન્ટરવ્યૂમાં મહિલાઓએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર આ કંપનીની સામે બોલવા પર તેઓને ટ્રોલ કરીને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ મહિલાઓએ અમેરિકાના કેલિફોર્નિયમાં કેસ દાખલ કર્યો છે. પોર્નહબે કહ્યું કે અમારી વેબસાઈટમાં ગેરકાનૂની કન્ટેન્ટ સહન કરી શકાતું નથી અને અમે આ મામલાઓમાં કડક એક્શન લઈએ છીએ. તો એમ મહિલાએ કહ્યું કે, હું જ્યારે 17 વર્ષની હતી ત્યારે મારા બોયફ્રેન્ડે મારી જાણ વગર વીડિયો બનાવી દીધો હતો અને તેને પોર્નહબ પર અપલોડ કરી દીધો હતો. અને ઘણા સમય બાદ એક દોસ્ત મારફતે તેને આ વીડિયો અંગે જાણ થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો