35 MLA Are Not Happy With Uddhav Thackeray Government
  • Home
  • Featured
  • ઉદ્ધવ ઠાકરે સરકારનાં પાયા હલવા લાગ્યા, શિવસેનાનાં 56માંથી 35 ધારસભ્યો નારાજ!

ઉદ્ધવ ઠાકરે સરકારનાં પાયા હલવા લાગ્યા, શિવસેનાનાં 56માંથી 35 ધારસભ્યો નારાજ!

 | 7:49 pm IST

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ સરકારને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાનાં 56 ધારાસભ્યોમાંથી 35 પાર્ટી નેતૃત્વથી અસંતુષ્ટ છે. શનિવારનાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાણેએ મહાવિકાસ અઘાડીને ‘નકારેલી’ સરકાર ગણાવતા કહ્યું કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવવા માટે 5 અઠવાડિયાથી વધારે સમય લીધો.

ખેડૂતોનું દેવું માફ કરવાનો ઠાકરે સરકારનો દાવો ખોખલો

પૂર્વ સીએમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તામાં જરૂર પરત ફરશે. તેમણે કહ્યું કે, “બીજેપીની પાસે 105 ધારાસભ્ય છે, જ્યારે શિવસેના પાસે 56 અને તેમાથી 35 અસંતુષ્ટ છે.” રાણેએ એ પણ કહ્યું કે, “ખેડૂતોનું દેવું માફ કરવાનો ઠાકરે સરકારનો દાવો ખોખલો છે.” સીએમ ઉદ્ધવ ઠાકરેની ઔરંગાબાદ યાત્રા પર બોલતા રાણેએ કહ્યું કે, “તેઓ કોઈપણ યોજનાની જાહેરાત કર્યા વગર ત્યાંથી પરત ફર્યા. તેમને સરકાર ચલાવવાને લઇને કંઇપણ ખબર નથી.”

શું બીજેપી અને મનસે સાથે મળીને કરશે મુકાબલો?

તેમણે ઉદ્ધવ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “જેમણે સરકાર બનાવવા માટે 5 અઠવાડિયા લીધા હોય તેઓ કેવી રીતે સરકાર ચલાવશે.” બીજેપી અને રાજ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સાથે તેમણે ખુલીને જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે, બીજેપી પ્રમુખ જ આના પર કંઇક કહેશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત મુંબઈમાં થઈ હતી. બંનેની બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત બાદ હવે મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોની ચર્ચાઓ થઈ રહી છે.

આ વિડીયો પણ જુઓ: પશ્ચિમ બંગાળના બેલૂર મઠમાં PM મોદીએ કર્યા દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન