કડીમાં યુવકની જાહેરમાં કરાઇ હત્યા, ઘટના CCTVમાં થઇ કેદ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કડીમાં યુવકની જાહેરમાં કરાઇ હત્યા, ઘટના CCTVમાં થઇ કેદ

કડીમાં યુવકની જાહેરમાં કરાઇ હત્યા, ઘટના CCTVમાં થઇ કેદ

 | 7:17 pm IST

મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક જ દિવસમાં ઠાકોર સમાજના બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે

મહેસાણાના જિલ્લાના કડી શહેરમાં આજે વહેલી સવારે આશરે ૮ કલાકે કડી શાક માર્કેટ પાસે એક ૩૫ વર્ષીય ઠાકોર યુવકની જાહેર બજારમાં હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરી દેતા કડી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. કડી શહેરના મલ્હારપુરા વિસ્તારમાં પાન મસાલાનો ગલ્લાઓ ચલાવી ગુજરાન ચલાવતા દિલાજી ઠાકોર (ઉંમર.૩૫) પોતાના બે બાળકોને શાળાએ મૂકી પરત ફરતા મલ્હારપુરા વિસ્તારમાં રહેતા નરેશ ઉર્ફે ભૂલો રાવળ નામના શખ્સે છરીના ઘા મારી દિલાજી ઠાકોરની હત્યા કરી દીધી હતી.

કડી શહેરના ભરચક બજાર ગણાતા શાક માર્કેટ વિસ્તારમાં હત્યા થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો છે મૃતક દિલાજી ઠાકોર પોલીસને નરેશ ઉર્ફે ભુલા રાવળની બાતમી આપતો હોવાની શંકાને કારણે નરેશ ઉર્ફે ભુલા રાવળએ હત્યા કરી હોવાની આશંકા છે. એક દિવસમાં ઠાકોર સમાજના બે યુવકોની હત્યા થતા ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

ઠાકોર સેનાના આગેવાનએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નહીં લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ કડી પોલિસ અને ડી.વાય.એસ પી વણઝાલાની સમજાવટથી લાશ લઈ લીધી હતી. કડી શહેરમાં બે હત્યા થતા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 2 Dysp, sp, IG, સહિત જિલ્લા પોલીસનો કાફલો કડીમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.