ઉતર્યો અમલદાર કોડીનો, આવી જ હાલત છે અમેરિકાના પ્રમુખોની - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.6800 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉતર્યો અમલદાર કોડીનો, આવી જ હાલત છે અમેરિકાના પ્રમુખોની

ઉતર્યો અમલદાર કોડીનો, આવી જ હાલત છે અમેરિકાના પ્રમુખોની

 | 8:11 am IST


અમેરિકાના વર્જિનિયાના ખેતરમાં 43 જેટલી પ્રતીમાઓ આજકાલ સમાચારોમાં છવાઈ છે. આ પ્રતીમાઓ અમેરિકીના પ્રમુખોની છે. આ પૂતળા થીમ પાર્કમાં મુકવા માટે તૈયાર કરાયા હતા પરંતુ થીમ પાર્કમાં લોકોએ રસ દાખવ્યો ન હતો. આથી બધા જ પૂતળા એક ખેડૂતને આપી દેવાયા હતાં.

ઘણા લાંબા સમયથી આ પ્રતીમાઓ ખેતરમાં પડી રહી છે. તડકો અને વરસાદ ઉપરાંત ઠંડી સહન કરતી આ પ્રતીમાઓ હવે જર્જરીત થવા લાગી છે. કેટલીક પ્રતીમાઓમાં તો કાણા પણ પડી ગયા છે.