36 student fails a complaint made before the completion of the St. Xavier's Re-Test
  • Home
  • Ahmedabad
  • શહેરની આ જાણીતી સ્કૂલની રિ-ટેસ્ટ પૂર્ણ થાય તે પહેલા 36 વિદ્યાર્થીઓને કરાયા નાપાસ, નોંધાઇ ફરિયાદ

શહેરની આ જાણીતી સ્કૂલની રિ-ટેસ્ટ પૂર્ણ થાય તે પહેલા 36 વિદ્યાર્થીઓને કરાયા નાપાસ, નોંધાઇ ફરિયાદ

 | 7:45 am IST

। અમદાવાદ ।

શહેરના નવરંગપુરા સ્થિત સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો.૧૧ સાયન્સના ૩૬ વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કર્યાંની વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરી છે. ફરિયાદમાં વાલીઓએ આક્ષેપો કર્યાં છે કે, સ્કૂલે નાપાસ વિદ્યાર્થીઓનો રિ-ટેસ્ટ લીધી હતી પરંતુ રિ-ટેસ્ટ પૂર્ણ થઈ નહોતી તે પહેલાં તો પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓને નાપાસ કર્યા હતા.

વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, આર્ટસ અને કોમર્સમાં સંખ્યા ઓછી થતી હોવાથી સાયન્સના વિદ્યાર્થીઓને કોમર્સ અને આર્ટસમાં ધકેલવા નાપાસ કરવાનો કીમિયો સ્કૂલ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. આ અંગે ડીઈઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમે તપાસ રિપોર્ટ બોર્ડમાં મોકલી આપ્યો છે. આ મુદ્દે સ્કૂલના ફાધરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.

વાલીઓએ ડીઈઓમાં ફરિયાદ કરી છે કે, સાયન્સમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ૩૦ એપ્રિલથી ૪ મે સુધી રિ-ટેસ્ટ યોજાઈ હતી. રિ-ટેસ્ટ ૪ મેના રોજ પૂર્ણ થવાની હતી અને પરિણામ ૨ મેના રોજ જાહેર કરી દીધુ. આમ પરીક્ષા પૂર્ણ થયા પહેલાં વિદ્યાર્થીઓ નાપાસ કેવી રીતે થઈ શકે ? આ બાબતે આચાર્યને રજૂઆત કરતા તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ફરજિયાત કોમર્સ કે આર્ટસમાં દાખલ કરી દેવા ફરજ પાડવામાં આવે છે. તેમજ ધો.૧૨માં ચડાવી આપવામાં આવશે તેવી ફરજ પાડવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

વધુમાં સાયન્સમાં શેર બજારનો વિષય ના હોવા છતાં છેલ્લી ઘડીએ આ વિષય દાખલ કરી તેમાં પણ પાસ થવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવ્યું હતુ. શહેરની સ્વનિર્ભર સ્કૂલો સામે વધુ ફી લેવાતી હોવાની વાલીઓની ફરિયાદ છે તે ઉકેલાય નથી ત્યાં આ એક નવી ઉપાધી આવી પડી હોવાનું વાલીઓ માની રહ્યાં છે. આ રીતે વિદ્યાર્થીઓને સ્કૂલ સંચાલકો નાપાસ કઈ રીતે કરી શકે તે વાલીઓને સમજાતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન