37 year old Freida Pinto dated actor Dev Patel 6 years now without marriage mother
  • Home
  • Entertainment
  • Bollywood
  • 6 વર્ષ ગુજરાતી અભિનેતા સાથે હતા સંબંધ, હવે લગ્ન વગર જ બનશે માતા

6 વર્ષ ગુજરાતી અભિનેતા સાથે હતા સંબંધ, હવે લગ્ન વગર જ બનશે માતા

 | 10:54 am IST
  • Share

  • ગુજરાતી અભિનેતા દેવ પટેલને ફ્રીડા પિન્ટોએ 6 વર્ષ સુધી કર્યો હતો ડેટ
  • સ્લમડોગ મિલિનિયરમાં લતિકાના રોલથી વિશ્વભરમાં બની હતી જાણીતી
  • હવે લગ્ન વગર જ બનવા જઇ રહી છે એડવેન્ચર ફોટોગ્રાફરના બાળકની માતા 


બોલીવુડ અભિનેત્રી ફ્રીડા પિન્ટો ફિલ્મ સ્લમડોગ મિલિનિયરમાં લતિકાના રોલથી આખા વિશ્વમાં પ્રખ્યાત બની હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફ્રીડા અને અભિનેતા દેવ પટેલ એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને રીલથી રિયલ લાઇફ જોડી બની ગઇ અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ફ્રિડા દેવ સાથે સીરિયસ રિલેશનમાં હતી. જ્યારે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે ફ્રિડા 30 વર્ષની હતી અને દેવ 24 વર્ષનો હતો. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે, દરેકને લાગવા લાગ્યું કે આ કપલ ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે. પરંતુ આ તેમના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા. ફ્રિડા આજે તેનો 37 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે તેના લવસ્ટોરી વિશે જાણીશું.


સ્લમડોગ મિલિનિયરમાં સાથે કામ કરનારા દેવ પટેલ અને ફ્રીડા પિન્ટોએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને વર્ષ 2014 માં તેઓ અલગ થઇ ગયા. તેઓ અલગ થઈ ગયા પણ તેઓ હજી પણ મિત્ર છે.

દેવ પટેલ બાદ ફ્રીડા પિન્ટોનું નામ પણ પોલો ખેલાડી રોની બકાર્ડી સાથે જોડાયું અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. પણ થોડા વર્ષો પછી અલગ થઇ ગયા.

Freida Pinto boyfriend - EastMojo

પરંતુ હવે ફ્રિડાને આખરે તેનો પાર્ટનર મળી ગયો. કોરી ટ્રાન એક એડવેન્ચર ફોટોગ્રાફર છે જેમણે થોડા વર્ષ પહેલા સગાઈ કરી હતી. આ વર્ષે ફ્રિડાએ તેની પ્રેગનેન્સી અંગે જાહેરાત કરી. તે કેરીના બાળકની માતા બનવાની છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો