370 remove eid administration delivery of essential items general public
  • Home
  • Featured
  • કાશ્મીરનાં લોકોને ઈદ પર સરકારની મોટી ભેટ, એક એક કાશ્મીરવાસી માટે બનાવ્યો પ્લાન

કાશ્મીરનાં લોકોને ઈદ પર સરકારની મોટી ભેટ, એક એક કાશ્મીરવાસી માટે બનાવ્યો પ્લાન

 | 5:43 pm IST

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કાલે બકરી ઈદ પર સરકાર માટે પહેલો મોટો પડાવ છે. જો કે સરકાર આ પરિક્ષામાં પાસ થવા માટે કોઈ કામ બાકી નહીં રાખે. કાશ્મીર આખું શાંતિથી તહેવાર મનાવે એવી વ્યવસ્થા સરકારે કરી રાખી છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને લોકો માટે 300 ટેલિફોન બુથ બનાવ્યાં છે કારણ કે દેશનાં અલગ અલગ વિસ્તારમાં ભણતા જમ્મુ કાશ્મીરનાં વિદ્યાર્થીઓ પોતાનાં પરિવાર સાથે વાતચીત કરી શકે.

ખાવા પીવા માટે અને લોકોને બીજી વસ્તુઓની તકલીફ ન પડે એ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી બધી વસ્તુઓનો ભંડાર રાખ્યો છે. રોજ-મર્રાની પણ બધી વસ્તુઓ રાખવામાં આવી છે અને તે પુરી પાડવામાં આવશે. 65 દિવસ માટે ઘઉંનો સ્ટોક, 55 દિવસ માટે ચોખા, 17 દિવસ માટેનું મટન, એક મહિના માટેનું ચિકન, 35 દિવસ માટે કેરોસીન ઓઈલ, એક મહિના માટે એલપીજી, 28 દિવસ માટે ડીઝલ અને પેટ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કાશ્મીરમાં 3697માંથી 3557 રાશન સ્ટોરને તો ચાલું પણ કરવામાં આવ્યાં છે. આ સ્ટોર પરથી આમ જનતા રાશનની ખરીદી કરી શકે છે. કુરબાની માટે 2 લાખ 50 હજાર ભેડ-બકરીઓ પણ ઉપલબ્ધ કરી દીધી છે. સાથે જ રજાઓનાં દિવસોમાં પણ બેન્ક ખુલી રાખવાની જાહેરાત કરી છે.

તેમજ કોઈ પ્રકારની દુર્ઘટનાં કે હિંસા ન થાય એ માટે પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. માટે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાં ન ઘટે એટલે ભારી સંખ્યામાં સુરક્ષા દળોને પણ ગોઠવી દેવામાં આવ્યાં છે.

આ વીડિયો પણ જુઓ: ધંધુકાનું બાજરડા ગામ પાણીના પ્રવાહમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન