રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 20 જિલ્લાનાં 123 તાલુકાને મળશે લાભ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 20 જિલ્લાનાં 123 તાલુકાને મળશે લાભ

રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 20 જિલ્લાનાં 123 તાલુકાને મળશે લાભ

 | 5:14 pm IST
  • Share

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે નિયમ-44 અન્વયે નિવેદનમાં ગુજરાતના તાતને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે. આ માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા રાજ્ય સરકારે જાહેર કર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાના ચોમાસા સત્રમાં ગુજરાતમાં પાકને નુકસાન થયાનો સ્વીકાર કર્યો હતો. રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાન થયું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અને બાદમા પાક નુકસાની મામલે સરકાર ખેડૂતોને સહાય આપશે તથા ઓછામાં ઓછા રૂ.5000 ચૂકવાશે તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આંકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તોપણ તેમને ઓછામાં ઓછા રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

27 લાખ જેટલા ધરતી પુત્રોને મળશે નુકસાની સહાયનો લાભ
33 ટકા કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેકટર માટે હેકટરદીઠ 10 રૂપિયા હજાર સહાય
ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂ. 5 હજારની સહાય ચૂકવાશે
20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેકટર વિસ્તાર સહાય પાત્ર
સહાય માટે તારીખ 1 ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકાશે
અરજીનો ખર્ચ સરકાર ભોગવશે
ખેડૂતોના ખાતામાં સીધી DBT થી સહાય જમા કરાવાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સહાય પેકેજ જે 20 જિલ્લાઓના 123 તાલુકાઓ માટે કર્યું છે તેની યાદી આ મુજબ છે.

1. કચ્છ, અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા, રાપર
2. દેવભુમી દ્વારકા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળીયા
3. ભરુચ, આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ, જંબુસર, ઝગડીયા, નેત્રંગ, વાગરા, વાલીયા
4. પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર, શંખેશ્વર
5. અમદાવાદ, બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા
6. મોરબી, હળવદ માળીયા(મી.), મોરબી, ટંકારા, વાંકાનેર
7. જુનાગઢ, ભેસાણ, કેશોદ, માળીયા (હા) માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર, જુનાગઢસીટી
8. અમરેલી, અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
9. જામનગર, ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડીયા 5. કાલાવાડ, લાલપુર
10. પોરબંદર, કુતિયાણા, પોરબંદર, રાણાવાવ
11 રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, રાજકોટ, ઉપલેટા, વિછિયા
12. ગીર સોમનાથ, ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના, વેરાવળ
13. મહેસાણા, બેચરાજી, કડી, મહેસાણા
14. બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર
15. સુરેંદ્રનગર, ચોટીલા, ચુડા દશાડા ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ,વઢવાણ
16 ભાવનગર, ભાવનગર ઉમરાળા, વલ્લભીપુર જેસર, મહુવા, શિહોર
17. સુરત, બારડોલી, મહુવા, માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ,ઉમરપાડા
18. નવસારી, જલાલપોર
19. નર્મદા, નાંદોદ
20. આણંદ, સોજીત્રા, તારાપુર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન