નળ સરોવર પાસેથી ૩૮ પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો : નવ પક્ષીઓ મૃત મળી આવ્યા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નળ સરોવર પાસેથી ૩૮ પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો : નવ પક્ષીઓ મૃત મળી આવ્યા

નળ સરોવર પાસેથી ૩૮ પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો : નવ પક્ષીઓ મૃત મળી આવ્યા

 | 11:51 am IST

વિશ્વ પ્રસિદ્ધ પક્ષી અભયારણ્ય નળ સરોવર પંથકમાં દેશ-વિદેશથી આવતાં રૃપકડા પક્ષીઓ સરોવરના છીછરા પાણીમાં વસવાટ કરતા હોય છે. જેઓને નિહાળવા પક્ષીપ્રેમીઓ અને પક્ષીઓની જાતિઓના અભ્યાસ માટે અનેક પક્ષીવિદો અહીં મેળાવડો જમાવતા હોય છે. નળ સરોવરના છીછરા પાણીમાં પક્ષીઓના વસવાટને લઈ અહીંનું વનતંત્ર પણ તેઓની રક્ષા અને સારસંભાળ માટે સતત સક્રિય રહેતું હોવાનો દાવો કરાય છે, પરંતુ અહીંના પંથકમાં વસતા અમુક શખ્સો રૃપકડા પક્ષીઓનો શિકાર કરતા હોઈ જીવદયા પ્રેમીઓના હૈયાઓ કચવાતા હોય છે. શિકારી પ્રવૃત્તિ અહીં વકરતાં વન વિભાગ દ્વારા છાશવારે શિકારીઓ ઉપર સકંજો કસાતો હોય છે, પરંતુ કાયદાની નબળી કાર્યવાહીથી શિકારી ગણતરીના સમયમાં જ મુક્ત થઈ જતાં હોય છે.

વન વિભાગની ટીમે ગત મંગળવારે અહીંના શાહપુર ગામના શખ્સને શિકાર કરાયેલા ૩૮ વિદેશી પક્ષીઓ સાથે ઝડપી લઈ તેને કોર્ટમાં રજૂ કરતાં તેને કોર્ટના હુકમથી જામીન મુક્ત કરી દેવાયો હત. જોકે શિકારી પ્રવૃત્તિને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

નળકાંઠા વિસ્તારના અસલગામના બંધ પાસેથી નળ સરોવર વિભાગ અને પિૃમ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શાહપુર ગામના પશા જામા પઢાર નામના શખ્સને સરોવરના છીછરા પાણી વિસ્તારમાંથી પક્ષીઓના શિકાર કરતો ઝડપી લીધો હતો. વન વિભાગે પકડાયેલા શખ્સ પાસે રહેલા સરસામાનની તલાશી લેતાં તેની પાસેથી સરોવરમાંથી પકડેલા ૩૮ વિદેશી મહેમાન પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાં નવ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે શિકારી શખ્સ પાસેથી કબજે લીધેલા ૨૯ જીવિત પક્ષીઓની સારવાર કરી તેઓને કુદરતના ખોળે વિહાર કરવા મોકલી દેવાયા હતા. જ્યારે અન્ય નવ મૃત પક્ષીઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગની ટીમે પકડી પાડેલા શિકારી શખ્સની ધરપકડ કરી તેને વિરમગામની કોર્ટમાં રજૂ કરતાં તેને કોર્ટના હુકમથી જામીન ઉપર મુક્ત કરી દેવાયો હતો.

કઈ કલમો તળે ગુનો નોંધાયો
નળ સરોવર પંથકમાં રૃપકડા પક્ષીઓને હણી નાખનાર શખ્સની વિરુદ્ધમાં વન વિભાગે વન્ય પ્રાણી શિકાર પ્રતિબંધ ધારાની કલમ નવ અને શિકારી સાધન સામગ્રી પ્રતિબંધિત ધારાની કલમ બેની સબ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

શિકારીને કેટલી સજા થઈ શકે
વન્ય પ્રાણી શિકાર પ્રતિબંધ ધારા હેઠળ વન તંત્રએ શાહપુર ગામના વતની શિકારી શખ્સ સામે કરેલી કાર્યવાહી અંતર્ગત શિકારી પ્રવૃત્તિ બદલ શખ્સને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે તેમ છે, પરંતુ દેશના નબળા કાયદાને લઈને અદાલતી કાર્યવાહી વખતે અધિકારીએ રજૂ કરેલા દસ્તાવેજો અને આરોપી સામે લગવાયેલી કલમોને લઈ આરોપીઓ જામીન મુક્ત થઈ જતાં હોય છે.

શિકાર કરાયેલા પક્ષીઓ વેચી દેવાતા હતા
નળ સરોવરમાંથી શિકાર કરાયેલા પક્ષીઓ નળકાંઠા વિસ્તારના ગામડાંઓમાં ૨૦ રૃ.થી લઈ ૬૦ રૃ.ની કિંમતમાં માંસાહાર કરતા લોકોને વેચાતા હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે નળ સરોવર વન વિભાગના અધિકારી ભાવેશ પટેલનો સંપર્ક કરતા તેઓએ ‘સંદેશ’ને જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને અમારે કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવાની હતી, પરંતુ તેને અદાલતી જામીન મળી જતાં પૂછપરછ અશક્ય બની હતી.

પક્ષીઓના નામ
ગ્લસી-આઈટીસ, ગારગીલ, કોમન ટીલ, સોલવર, કોમન રેકસન, સ્કોટેડ રેડસેન્ડ, ડીન સેન્ડ વાયપર, ગ્રીન સેન્ટ તથા નેઝર સેન્ડ પ્લોવર નામના છે.

કઈ રીતે શિકાર કરાતો હતો
નળ સરોવરના છીછરા પાણીમાં શિકારી શખ્સ વાંસની પાંકડથી જાળ બિછાવતો હતો ને પક્ષીઓ પાંકડની દોરીને અડકે એટલે વાંસની પાંકડમાં પક્ષીઓ ભરાઈને ફસડાઈ પડતા હતા. આ રીતે શિકારી શખ્સ પક્ષીઓને પકડી લેતો હોવાનંુ સૂત્રોએ જણાવ્યું હતું.