RTOના બેકલોગ કૌભાંડમાં ૩૯૮ વાહનોની એન્ટ્રી - Sandesh
  • Home
  • Bhuj
  • RTOના બેકલોગ કૌભાંડમાં ૩૯૮ વાહનોની એન્ટ્રી

RTOના બેકલોગ કૌભાંડમાં ૩૯૮ વાહનોની એન્ટ્રી

 | 2:00 am IST

ભુજ આરટીઓ કચેરીમાં આચરવામાં આવેલા બેકલોગ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં ૨૯૭ વાહનોની એન્ટ્રી કરી અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું, પરતુ આઈજીના તાબાના સાયબર ક્રાઈમ પોલીસ મથક કરી રહેલી ઝીણવટ પૂર્વકની તપાસમાં ૩૯૮ જેટલા વાહનો બેકલોગમા ચડયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાયબર ક્રાઈમ પોલીસ તમામ આધાર પુરાવા એકત્રિત કરી અને આવનારા દિવસોમાં મુખ્ય આરોપીને બેનકાબ કરશે તેવંુ પણ તપાસની ગતિ પરથી દેખાઈરહ્યંુ છે.

આરટીઓ કચેરીના હેડ કલાર્ક કેતન ધોળકિયાની આઈડી ચોરી અને રજાના દિવસે વાહનોની એન્ટ્રી કરવામાં આવી રહી છે. જે અરજી અનુસંધાને તપાસ ચાલુમાં હતી તે દરમ્યાન કચેરીમાંથી હર્ષ રમેશ ઠક્કરને ઝડપી અને બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરાયો હતો. પ્રાથમિક તપાસ બાદ સાયબરને લગતો ગુનો હોવાથી સમગ્ર તપાસ આઈજીના તાબાના બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમને સોંપાઈ હતી. ઈન્ચાર્જ પીઆઈ જનક આલ તથા નવનિયુક્ત પીએસઆઈ પી.ડી. દવે અને સાયબર ક્રાઈમની ટીમે ઝીણવટ પૂર્કની તપાસ કરતાં ડીએમ સિરીઝ પ્રકરણમાં બેકલોગમાં ૩૯૮ વાહનોની એન્ટ્રી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ કેસને લઈને તપાસ ચાલુમાં હોવાથી પોલીસ તપાસની ગુપ્તતા જાળવીને વધુ માહિતી જાહેર કરી શકાતી ન હોવાનું જણાવ્યંુ હતું.   પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ હર્ષ ઠક્કરે   ૫૫ વાહનોની આપેલી કબૂલાતમાં તમામ વાહનો ભુજના કે.ડી. મોટર્સમાંથી ખરીદાયા હોવાનંુ બહાર આવ્યંુ છે અને તે અંગેની તપાસ પણ થઈ રહી છે, પરંતુ આવનારા દિવસોમાં વધુ નામો અને વધુ આરોપીઓ બહાર આવવાની શક્યતા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. હાલ આ કેસની તપાસ પીએસઆઈ દવે તથા તેની ટીમ ચલાવી રહી છે.

વાહન માલિકો પણ જાગૃતતા દાખવી સામે આવે

આ બનાવમાં કેટલાક વાહન માલિકો પણ સામે નથી આવતા, પોતે ખરીદેલ વાહન અંગે આરટીઓ અથવા ડીલર દ્વારા એસએમએસ આવે તો વાહન માલિક પોતાને રૃબરૃ આરટીઓ કચેરીમાં જવાનંુ હોય છે. જેના બદલે ડીલરો દ્વારા ભાડૂત માણસો રાખવામાં આવે છે અને આવા કૌભાંડ સર્જાય છે.