4 મિનિટમાં ઈક્કોનું સાયલેન્સર બદલતી ગેંગ ઝબ્બે, 41 ચોરી કબૂલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • 4 મિનિટમાં ઈક્કોનું સાયલેન્સર બદલતી ગેંગ ઝબ્બે, 41 ચોરી કબૂલી

4 મિનિટમાં ઈક્કોનું સાયલેન્સર બદલતી ગેંગ ઝબ્બે, 41 ચોરી કબૂલી

 | 4:18 am IST
  • Share

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

શહેરમાં પાર્ક થયેલી મારૃતિ ઈક્કો કારના નવા સાયલેન્સરના બદલે જુના સાયલેન્સર બદલી તેમાંથી નિકળતાં ફિલ્ટર અને કિંમતી ધાતુની તસ્કરી કરતી ગેંગના સૂત્રધાર સહિત છ તસ્કરોને ચોરાઉ સાયલેન્સર સહિત રૃ.૨.૩૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. દોઢ વર્ષમાં ૪૧ જેટલી કારમાંથી સાયલેન્સરની અદલા બદલી કરનાર ગેંગ માત્ર માત્ર ચાર જ મિનિટમાં સાયલેન્સર બદલી તસ્કરીને અંજામ આપતા હોવાની કબૂલાત આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ગેંગના છ સાગરિત સહિત તેમની પાસેથી ચોરાઉ માલ ખરીદનાર ઉનાના બે વેપારીને પણ ઝડપી લીધા હતા.

બનાવ અંગેની વિગત એવી છે કે, શહેરમાં મારૃતિ ઇક્કો કારના સાયલેન્સર ચોરી તથા સાયલેન્સર બદલાવી જવાના અસંખ્ય બનાવો સામે આવ્યા હતા.જેના અનુસંધાને ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે સમયે પોલીસને બાતમી મળી હીત કે, ઈક્કો કારના સાયલેન્સર ચોરતી ગેંગ ચોરાઉ સાયલેન્સરો સાથે રૃવાપરીરોડ થી બંદરરોડ જતા રસ્તા બે કિલોમીટરે એકટીવા તથા હીરો સ્પલેન્ડર સાથે બાવળની કાંટમાં ઉભી છે.

ઘોઘારોડ પોલીસે સ્થળ પર જઈ પાર્થ ઉફ્ર્ે ભયલુ રમેશ ગોહેલ (ઉ.વ.૨૩, રહે.ખેડુતવાસ, શ્રમજીવી સોસાયટી, ભાવનગર), અજય ઉફ્ર્ે અજુ કિશોર સોલંકી (ઉ.વ.૨૩, રહે.મુખ્યમંત્રી આવાસ યોજના, રવેચીમાં સામે, ભાવનગર),મેહુલ ઉફ્ર્ે કાનો કિશોર બાટીયા (ઉ.વ.૨૫,રહે.ખેડુતવાસ, શ્રમજીવી સોસાયટી,ભાવનગર) પાર્થ ઉફ્ર્ે પરેશ મુકેશ વેગડ (ઉ.વ.૨૩,રહે.ખેડુતવાસ, ૫૦ વારીયા, ભાવનગર હાલ ગુણાતીત નગર, ભાવનગર),લાલજી ઉફ્ર્ે ચીરાગ ઉફ્ર્ે કલવો રમેશ ચુડાસમા (ઉ.વ.૧૯, રહે. આનંદનગર, ૫૦ વારીયા, પ્લોટ નં.૧૪૭/એચ, ભાવનગર), જીગ્નેશ ઉફ્ર્ે ચીકુ ભુપત બારૈયા(ઉ.વ.૨૦, રહે.ખેડુતવાસ, મચ્છીમાર્કેટ, ભાવનગર)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમના કબ્જામાંથી ઇક્કો કારના ૯ ચોરાઉ સાયલેન્સર કિ.રૃા.૧,૨૫,૦૦૦,૪ મોબાઇલ કિ.રૃા.૪૦,૦૦૦, બે મોટર સાયકલ કિ.રૃા.૬૫,૦૦૦, રોકડા રૃા.૮,૩૦૦ મળીને કુલ કિ.રૃા.૨,૩૮,૩૦૦નો ચોરીનો મુદામાલ જપ્ત કરી તમામની સી.આર.પી.સી.કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી હતી. તો ઝડપાયેલાં ઈસમોની કબૂલાતના આધારે સાયલેન્સરમાંથી નીકળતા કન્વર્ટરની અંદરથી મળતી કિંમતી ધાતુનો ભંગાર ખરીદતા વેપારી અઝીમ મહમદ સોરઠીયા(ઉ.વ.૩૬, રહે.રહીમનગર, ઉના, જી.ગીર સોમનાથ) તથા નઝીર ઉસ્માનભાઇ મન્સુરી(ઉ.વ.૩૯, રહે.રહીમનગર પાસે, ઉના, જી.ગીર સોમનાથ)ને રીસીવર તરીકે ઝડપી લીધા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત ખૂલી હતી કે, ઝડપાયેલાં તસ્કરો મોટા ભાગે ગેરેજ તથા ડ્રાઇવીંગ તેમજ મજુરીકામ કરતા હોવાથી તેમને ફેરવ્હીલ ગાડીઓ ખોલવાનો સારો અનુભવ ધરાવતા હતા. જેના પગલે તસ્કરો રાત્રીના સમયે રોડ પર હોસ્પિટલના બહાને નીકળી રોડ પર કે ગલીના નાકે પડેલી ઇક્કો કારના સાયલેન્સરો માત્ર ચાર મિનિટમાં કાઢી તેની જગ્યાએ જુનુ ખાલી સાઈલેન્સર ફ્ીટ કરી દેતા હતા. ઝડપાયેલાં તમામે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૪૧ ઈક્કો કારમાંથી સાયલેન્સર કાઢી તેના સ્થાને ફિલ્ટર વગરનું સાયલેન્સર ફિટ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તમામ વિરૃદ્વ કાર્યવાહી   કરી છે.

માસ્ટર માઈન્ડે     દોઢ વર્ષ પૂર્વે શીખેલી તરકીબ અજમાવી

પોલીસ તપાસમાં એવી વિગત ખુલી હતી કે, દોઢેક વર્ષ પહેલા મુખ્ય સુત્રધાર અને તસ્કર ગેંગનો માસ્ટર માઇન્ડ આરોપી પાર્થ ઉફ્ર્ે ભયલુ ગઢેચી વડલા તથા ચીત્રા માર્કેટીંગ યાર્ડ નજીક ગેરેજમાં કરતો હતો. ત્યારે ત્યાંથી       આ ટેકનીક શીખી ગયો   હતો. જેને ગેંગના અન્ય સાગરિતોને પણ આ ટેકનિક શીખવાડી હતી.

પોલીસે દોઢ વર્ષમાં માત્ર અરજી જ લીધી, ભાગ્યે જ ફરિયાદ નોંધી

શહેરમાં છેલ્લા દોઢથી બે વર્ષ દરમિયાન રસ્તા કે ર્પાિંકગમાં પાર્ક થયેલી મારૃતિ ઈક્કો કારના સાયલેન્સરની ચોરી થવાની કે નવાના બદલે જુન સાયલેન્સર ફિટ કરી દેવાની અસંખ્ય ફરિયાદો ઉઠી હતી. જો કે, આવી ફરિયાદોમાં સંબંધિત પોલીસ સ્ટેશને કારમાલિકની માત્રઅરજી જ સ્વિકારી છે. જયારે, ભાગ્યે જ કોઈ કેસમાં ફરિયાદ નોંધી છે. જો કે, પોલીસે આવા કિસ્સામાં કાર માલિકોને સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.

જેક વગર અને લોક ન હોવાથી ઈક્કોને પસંદ કરાતી હતી

ઘોઘારોડ પોલીસના હાથેે ઝડપાયેલી તસ્કરી ગેંગ દ્વારા અન્ય ફોર વ્હીલના બદલે માત્ર ઈક્કો કારને જ નિશાન બનાવવા પાછળ પણ જબરૃં રહસ્ય હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. અન્ય ફોર વ્હીલની સરખામણીએ ઈક્કો કારની ઉંચાઈ હોવાથી તેમાં તસ્કર જેકની મદદ વગર સરળતાથી અંદર કારની નીચે પ્રવેશ લઈ શકતો હતો. અને વળી,આ એકમાત્ર કાર એવી છે જેમાં સેન્ટ્રલ લોક ન હોવાથી તેને સ્પર્શ માત્રથી કે અન્ય રીતે કોઈ લોકીંગ સિસ્ટમનો અવાજ આવતો ન હોવાથી આ કાર તસ્કરો માટે સોફ્ટ ટાર્ગેટ હતી.

આ વિસ્તારોમાંથી થઈ હતી સાયલેન્સરની ચોરી

શહેરના ક્રેસન્ટ એ.વી.સ્કુલના ગ્રાઉન્ડ,ગાંધી સ્મૃતી પાછળ, સરદારનગર, હવેલીવાળો રોડ, એસ.બી.આઇ. પાસે, ભાંગલીગેટ પાસે, ભરતનગર, આર.કે.મંગલમ હોલની સામે, વડલા, રામજીની વાડી રબ્બન ટેઇલર પાસે, સહકારી હાટ, અવની ફ્લેટ પાસે, ડોનચોક થી ગીતાચોક, આનંદનગર રોડ, શીવાજી સર્કલથી સુભાષનગર રોડ, જૈન દેરાસર સામે, વિદ્યાનગર ગાંધી કોલોની પાસે,સુભાષનગર એરપોર્ટ રોડ, અખીલેશ સર્કલથી શાકમાર્કેટવાળો રોડ, ટોપ થ્રીથી તળાજા જકાતનાકા રોડ,ગાયત્રીનગર શંકરના મંદિર પાસે,લીલાસર્કલથી કાળીયાબીડ રોડ, રૃવા રીંગરોડ, ઘોઘારોડ કિશોર પાનવાળી ગલીમાં તથા ઘોઘાસર્કલ વિરભદ્ર અખાડા પાસે મળી કુલ ૪૧ સ્થળોએથી ચોરી થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સાયલેન્સરની કિંમત ૪૦ હજાર, તસ્કરો પ૦ ટકામાં કરતા વેચાણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, તસ્કરો ઈક્કો કારમાંથી સાયલેન્સર કાઢયા બાદ તેમાંથી નિકળતી કિંમતી ધાતુને વેચતા હતા. જયારે,ફિલ્ટરવાળા સાયલેન્સરના બદલે સાદું સાયલેન્સર નંખાઈ જતું હોવાથી કારમાલિકને વાહનની એવરેજમાં ઘટ જોવા મળતી હતી. જયારે, નવા સાયલેન્સરની બજારકિંમત રૃ. ૪૦ હજાર આસપાસ હોવાની અને તસ્કરો તેને ૧૫થી ૧૭ હજારમાં વેચતા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મુજબ તસ્કરોએ અદાજે રૃ. ૬ લાખની વધુની રોકડી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન