4.0 Magnitude Mild earthquake felt in Saurashtra
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્રમાં ધરા ધ્રૂજીઃ જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, દરિયામાં એપી સેન્ટર

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રૂજીઃ જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, દરિયામાં એપી સેન્ટર

 | 4:42 pm IST
  • Share

સૌરાષ્ટ્રમાં કોરોનાની આફત વચ્ચે કમોસમી વરસાદે કહેર મચાવ્યો હતો. તેવામાં આજે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. લોકડાઉનનાં કારણે બપોરનાં સમયે ઘરમાં આરામ કરતાં લોકો ભૂકંપના આંચકાને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

આજે બપોરે સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0ની નોંધાઈ છે. અને ભકૂંપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. બપોરનાં 3.36 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. ગત રાત્રીના 11:27 વાગ્યાની આસપાસના 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર માંગરોળથી 32 કિમી દૂર અરબી સમુદ્રમાં નોંધાયું હતું. તો આજે બપોરે ચારની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અને તેનું પણ એપી સેન્ટર માંગરોળથી  44 કિમી દૂર દરિયામાં નોંધાયું હતું. આમ દરિયામાં કોઈ હિલચાવ વધતાં સૌરાષ્ટ્રવાસીઓમાં ડર ફેલાયો છે. 

જો કે હજુ સુધી ભૂકંપને કારણે જાનહાનિનાં કોઈ સમાચાર નથી. પણ લોકડાઉનને કારણે બપોરનાં સમયમાં ઘરે આરામ ફરમાવતાં લોકોમાં ભૂકંપના કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો. અને લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોરોનાની આફત વચ્ચે કમોસમી વરસાદ અને હવે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ – વિરમગામનો વીડિયો વાયરલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો