4-5 Pakistani Soldiers have Died in IAF Airstrikes reveal Balakot People
  • Home
  • Featured
  • બાલાકોટ એર સ્ટ્રાઈકનો સનસનાટીપૂર્ણ ખુલાસો, પાક. સૈન્યના 4-5 જવાનો પણ મોતને ભેટ્યા

બાલાકોટ એર સ્ટ્રાઈકનો સનસનાટીપૂર્ણ ખુલાસો, પાક. સૈન્યના 4-5 જવાનો પણ મોતને ભેટ્યા

 | 7:32 pm IST

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલી જવાબી ઘાતક કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ નેસ્તોમાબુદ કરી દીધા હતાં. વાયુસેનાની આ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સરકાર અને સેનાથી લઈને સામાન્ય નાગરિકો પણ આ હુમલાને માત્ર ભારતનો પ્રોપેગંડા ગણાવવા લાગ્યા છે. પરંતુ આ એર સ્ટ્રાઈકમાં માત્ર આતંકીઓ જ નહીં પરંતુ પાકિસ્તાની સેનાના જવાનોને પણ સ્ટ્રાઈક ભારે પડી ગઈ છે.

ખુદ બાલાકોટના રહેવાસીઓ અને પોલીસકર્મીઓએ આ વાતનો સ્વિકાર કર્યો છે. તેઓ સ્પષ્ટ રીતે કબુલે છે કે, 26 ફેબ્રુઆરીની રાત્રે ભારતીય સેનાએ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ બોમ્બ નહોતા વરસાવ્યા પણ આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના જવાનોના પણ મૃત્યું થયા હતાં. તેવી જ રીતે પાકિસ્તાનમાં ત્યાંની સરકારના દાવાઓ વિરૂદ્ધ હજી પણ જૈશ પોતાની આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. આ ખુલાસો ભારતની એક જાણીતી ટીવી ચેનલે કર્યો છે.

ચેનલના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે બાલાકોટમાં આવેલી મસ્જિદમાં કામ કરનારા મોહમ્મદ નદીમે એક અંડર કવર એજન્ટને ફોન પર જણાવ્યું હતું કે, ભારતની એર સ્ટ્રાઈકમાં અનેક પાકિસ્તાની સૈનિકોના પણ મોત નિપજ્યા છે. નદીમે ફોન પર કહ્યુ છે કે, હું સહરીની નૂર મસ્જિદમાંથી બોલી રહ્યો છું. નદીમે પોતાની ઓળખ પણ જાહેર કરી હતી. નદીમને સવાલ કરવામાં આવ્યા હતાં. ભારતની સ્ટ્રાઈકમાં એર સ્ટ્રાઈકમાં કેટલા લોકો માર્યા ગયાં? જવાબ આપતા નદીમે કહ્યું હતું કે, મેં જે જોયું અને વાંચ્યુ તેમાં તો પાકિસ્તાની સૈનાના 4-5 જવાનોના પણ મોત થયા છે. શું તુ ખાતરીપૂર્વક આમ કહી રહ્યો છે? તો જવાબમાં નદીમે કહ્યું હતું કે, હા, બિલકુલ.

આમ નદીમની વાત પર એ બાબત તો સ્પષ્ટ થાય છે કે, જૈશના આતંકી કેમ્પોને પાકિસ્તાની સેના સંરક્ષણ પુરૂ પાડતી હતી.

મસ્જિદના ઈમામની જુબાની

આ ઉપરાંત બાલાકોટની નજીક આવેલી એક મસ્જિદના ઈમામ રહેમાને ફોન પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકને કયામત નો મંજર ગણાવી હતી. આ ઈમામે પણ આતંકી કેમ્પો નાશ પામ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. રહેમાને કહ્યું હતું કે, એક ઈમારત ધસી પડી. અડધી રાત્રે આ હુમલાથી બધા જ જાગી ગયા હતાં. વિસ્ફોટનો અવાજ એટલો તે વધારે હતો કે સૌકોઈ ઉંઘમાંથી ઉઠીને પોત પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ઈમામે એમ પણ જણાવ્યું હતું કે અહીં 4 બોમ્બ વિસ્ફોટો થયા. જેને પગલે સૌકોઈનામાં ફફડાટ હતો. આ એક કયામતનો મંજર હતો.

તેવી જ રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં એક પોલીસકર્મીને એ જગ્યાની સુરક્ષાની જવાબાદારી મળી હતી, જ્યાં પાકિસ્તાની વાયુસેનાનું F-16એ તોડી પાડ્યું હતું. ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલટ અભિનંદને પોતાના જુના પુરાણા મિગ-21 વડે પાકિસાનના અધ્યતન F-16 વિમાનને તોડી પાડ્યું હતું. જોકે પાકિસ્તાન આ વાતને પણ નકારતું આવ્યુ છે.

પાકિસ્તાનના ભિમ્બરમાં એક પોલીસકર્મીએ જ આખી ઘટનાની પોલ ખોલી નાખી હતી. આ પોલીસકર્મીએ જ કહ્યું હતું કે, તેને પાકિસ્તાની સેનાએ કડક સૂચના આપી હતી કે ક્રેસ થયેલા પાકિસ્તાની યુદ્ધ વિમાનની કોઈ જ જાણકારી સામે ના આવવી જોઈએ.

પોલીસકર્મીએ જ જણાવ્યું હતું કે, આ કડક સૂચના સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન