4 hanging bodies were found from the forests of Banaskantha
  • Home
  • Gujarat
  • બનાસકાંઠામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, આજે કુલ ચાર મૃતદેહો મળતા ચકચાર

બનાસકાંઠામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, આજે કુલ ચાર મૃતદેહો મળતા ચકચાર

 | 6:13 pm IST

બનાસકાંઠામાં જંગલ (Banaskantha Forest)માંથી આજે ચાર મૃત્તદેહ મળી આવ્યા છે. અલગ-અલગ જગ્યાએથી લટકતા મૃત્તદેહો મળી આવ્યો છે. આજે બાલારામ જંગલ (Balaram Forest)માંથી વધુ એક યુવકનો મૃત્તદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પહેલા દાંતા (Danta)ના બારવાસ અને જેસોર જંગલ (Jesor Forest)માંથી મૃત્તદેહ (Dead Body) મળ્યા હતા.

આજે પાલનપુર નજીક જેસોરના જંગલમાં એક પ્રેમી યુગલની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાનાં પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારી તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુગલની લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં 2-3 દિવસથી આ લાશ લટકતી હોવાનું જાણવા મળ્યુ હતું. લાશથી થોડે દૂર પોલીસને એક બાઇક પણ મળી આવી હતી. જોકે, પ્રેમી યુગલ પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નહતી. પ્રેમી યુગલે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી.

બનાસકાંઠાના દાંતાના બારવાસ અને જેસોરના જંગલોમાંથી લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત છે. પાલનપુર નજીક બાલારામ જંગલમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઝાડ પર લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી છે. આજે દાંતાના બારવાસમાં, જેસોરના જંગલોમાં પ્રેમી પંખીડા, જ્યારે બાલારામના જંગલમાં યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. જિલ્લામાં આજે ચાર લોકોની જંગલમાંથી લાશ મળી આવી છે.

આ વીડિયો પણ જુઓ : જયેશ પટેલ સહિત 13 સામે ગુનો દિપેન ભદ્રન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન