4 Indian companies in Forbes list of 100 best employers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ફોર્બ્સની 100 શ્રેષ્ઠ એમ્પ્લોયર્સની યાદીમાં 4 ભારતીય કંપની

ફોર્બ્સની 100 શ્રેષ્ઠ એમ્પ્લોયર્સની યાદીમાં 4 ભારતીય કંપની

 | 7:30 am IST
  • Share

  • રિલાયન્સ, ICICI બેંક, HDFC બેંક અને HCL ટેક્નોલોજિસ દેશના શ્રેષ્ઠ નોકરીદાતાઓ
  • સારા નોકરીદાતાની 750 કંપનીની યાદીમાં LIC, ઈન્ફોસિસ, તાતા જૂથ તળિયે
  • મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ક્રમ 52મો 

ફોર્બ્સે 2021 માટે વિશ્વના 100 શ્રેષ્ઠ એમ્પ્લોયર્સની યાદી તૈયાર કરી છે. જેમાં ભારતની ચાર કંપનીઓને સ્થાન મળ્યું છે. આ ચાર કંપનીઓમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ પર જોવા મળે છે. જ્યારે ત્યારબાદના ક્રમે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફ્સી બેંક અને એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

ફેર્બ્સની યાદીમાં વિશ્વની ટોચની 750 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો વૈશ્વિક સ્તરે 100 એમ્પ્લોયર્સની યાદીની રીતે જોઈએ તો મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ક્રમ 52મો જોવા મળે છે. જ્યારે ખાનગી બેંકિંગ કંપની આઈસીઆઈસીઆઈ બેંક 65મા ક્રમે આવે છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી રિટેલ બેંક એચડીએફ્સી બેંક એમ્પ્લોયરની રીતે 77મા ક્રમે આવે છે. જ્યારે આઈટી ર્સિવસિસ કંપની એચસીએલ ટેક્નોલોજી 90મા સ્થાન પર આવે છે.

જો સમગ્ર 750 એમ્પ્લોયર્સની યાદી જોઈએ તો કેટલીક અન્ય ભારતીય કંપનીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. જેમકે જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક એસબીઆઈ 119મા ક્રમે આવે છે. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો 127મા ક્રમે આવે છે. આૃર્યની બાબત એ છે કે ટોચની આઈટી કંપની ઈન્ફેસિસનો ક્રમ 588મો જોવા મળે છે.

જ્યારે તાતા જૂથ એમ્પ્લોયર કરીકે છેક 746મા ક્રમે આવે છે. જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસી 504મા ક્રમે આવે છે. ફેર્બ્સે એક વ્યાપક સર્વેક્ષણ હાથ ધરીને વિવિધ કંપનીઓને ક્રમ આપ્યાં હતાં. જેમાં તેણે કર્મચારીઓનો તેમના નોકરીદાતાઓ વિશેના ઘણા માપદંડોને આધાર બનાવવામાં આવ્યો હતો. ફેર્બ્સે માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા સાથે મળીને આ યાદી તૈયાર કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો