4 Indian Origin People Won Local Election In America
  • Home
  • Featured
  • USમાં મુસ્લિમ મહિલા સહિત 4 ભારતીય મૂળનાં વ્યક્તિઓએ સ્થાનિક ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ

USમાં મુસ્લિમ મહિલા સહિત 4 ભારતીય મૂળનાં વ્યક્તિઓએ સ્થાનિક ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ

 | 1:42 pm IST

વ્હાઇટ હાઉસમાં ટેકનોલોજી નીતિનાં એક પૂર્વ સલાહકાર અને એક મુસ્લિમ મહિલા સહિત 4 ભારતીય અમેરિકીઓએ મંગળવારનાં અમેરિકામાં થયેલી રાજ્ય અને સ્થાનિક ચૂંટણીમાં જીત મેળવી છે. ભારતીય-અમેરિકી ગઝાલા હાશ્મીએ વર્જીનિયા રાજ્યની સીનેટમાં ચૂંટાનારી પહેલી મુસ્લિમ મહિલા બનીને ઇતિહાસ બનાવ્યો છે. તે પહેલા સામુદાયિક કોલેજની અધ્યાપક રહી ચુકી છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં વ્હાઇટ હાઉસ ટેકનોલોજી પોલિસી સલાહકાર રહી ચુકેલા સુહાસ સુબ્રહ્મણ્યમ વર્જીનિયા રાજ્યની પ્રતિનિધિ સભામાં ચૂંટાય છે.

પોતાના પહેલા જ પ્રયત્નમાં ડેમોકેર્ટ હાશ્મીએ વર્તમાન રિપબ્લિકન સીનેટર ગ્લેન સ્ટર્ટેવંટને હરાવીને દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને હાશ્મીને જીતનાં અભિનંદન આપ્યા છે. હાશ્મી 50 વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે ભારતથી અમેરિકા આવીને વસી હતી. તેમણે પોતાની જીત પર કહ્યું કે, “આ મારી જીત મારા એકલાની નથી. આ એ તમામ લોકોની જીત છે, જે એ માને છે કે વર્જીનિયામાં કંઇક બદલાવ થવા જોઇએ. આ એ તમામ લોકોની જીત છે જે એ માને છે અને મારા પર વિશ્વાસ કરે છે કે હું તેમનો અવાજ ઉઠાવી શકું છું.”

સુબ્રહ્મણ્યમે ભારતીય અમેરિકી બહુમતીવાળા લૉડન એન્ડ પ્રિંસ વિલિયમ જિલ્લાથી વર્જીનિયા રાજ્યની પ્રતિનિધિ સભામાં પોતાની જગ્યા નક્કી કરી છે. તેમના માતા મૂળ બેંગલુરૂનાં રહેવાસી છે અને 1979માં અમેરિકા આવી ગયા હતા. કૈલિફોર્નિયામાં ભારતીય મૂળનાં અમેરિકી માનો રાજૂએ સૈન ફ્રાંસિસ્કોનાં પબ્લિક ડિફેન્ડરનાં પદ પર ફરીથી જીત મેળવી છે. આ દરમિયાન નૉર્થ કેરોલિનામાં ડિમ્પલ અજમેરા પણ શાર્લોટ સિટી કાઉન્સિલમાં ફરી ચૂંટાયા છે. તેઓ 16 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતા સાથે અમેરિકા આવી ગયા હતા.

આ વિડીયો પણ જુઓ: રાજકોટના પડધરીમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન