નવસારી પાસે કાર ટ્રક સાથે અથડાતા 4ના કમકમાટીભર્યા મોત - Sandesh
  • Home
  • Gujarat
  • નવસારી પાસે કાર ટ્રક સાથે અથડાતા 4ના કમકમાટીભર્યા મોત

નવસારી પાસે કાર ટ્રક સાથે અથડાતા 4ના કમકમાટીભર્યા મોત

 | 9:34 am IST

નવસારીના નેશનલ હાઈવે નંબર 8 પર મારૂતિ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચઢી જતા તે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે.

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે નવસારી વેસ્મા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે ૮ પર ક્રિષ્ના હોટલ સામે મુંબઈથી સુરત તરફ જઈ રહેલી મારુતિ સ્વીફ્ટ કાર નંબર- જીજે-21-એએચ-3899 પુરપાટ ઝડપે ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કાર હવામાં ફંગોળાઈ સુરતથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રક નંબર એમએચ-11-બીકે-4955 સાથે જોરદાર અથડાઈ હતી.

કારમાં સવાર ચાર યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્ય હતા. કારનો ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિકો અને પોલીસે કાર કાપી કાઢવામાં આવ્યો હતો. જોકે હજુસુધી કારમાં સવાર કોઈ પણ વ્યક્તિની ઓરખ થઇ સકી નથી.પોલીસે ડેડબોડી નવસારી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;